________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
સ્વરૂપાનુસંધાન સાધવાની કળા હસ્તગત કર્યા પછી ઝાઝી પ્રતીક્ષા કરવી પડતી નથી. પ્રતીક્ષામાં પરોવાઈને મન સ્તબ્ધ થયું નથી ને સ્વરૂપાનુસંધાન જામી જાય છે. પ્રાયઃ તો અનુસંધાન તૂટવા જ પામતું નથી.
૧૪૧
70
નેકદિલીથી સત્યને આરાધનારો આત્મા કદાચ કોઈ કારણવશાત સત્યથી વીખુટો પડી જાય તો નિસર્ગના બધા પરિબળો એને પુનઃ સત્યમાં પ્રતિષ્ઠીત કરવા કાર્યરત બની રહે છે...સાચી નિષ્ઠા સાથે કુદરત બંધાયેલી છે.
0
સત્નો સંગાથ સુપેરે માણ્યા પછી એના વિજોગમાં જીવવાનું નામુમકીન બની જાય છે. પાણી વિના કે પ્રાણવાયુ વિના કદાચેય જીવાય, પણ સત્ની અનુભૂતિ વિના જીવવું એ મોત કરતાંય વધુ વસમું થઈ જાય છે.
0
નાથ ! હું ગમે તેવા આઘાત-પ્રત્યાધાત સહન કરવા તત્પર છું. ગમે તેવા દુઃખો પણ સહન કરવા તૈયાર છું. ગમના દરિયામાં ડૂબી જવા પણ તૈયાર છું. ધગધગતા આંસુ સારવા પડે એવી વીતક વેઠવાય તૈયાર છું – જો એમ કેમેય ‘આત્મજાગૃતિ આવતી હોય.
70
કોઈપણ મૂલ્ય ચૂકવીને હું સત્યને હું આત્મસાત્ કરવા માંગુ છું. ચાહે તે ભોગ આપવો પડે હું તૈયાર છું. સત્ય વિના જીવવું મુનાસિબ નથી. આખી મારી જીવનશૈલી બદલાય જતી હો તો બદલાય જાવઃ હવે હું સત્ય ખાતર ભેખ લઈ ભમવા માંગુ છું.
70T
અનંતકાળથી... આ જીવ સત્ત્ની નિઃસીમ અવગણના કરતો આવ્યો છે. સત્પુરૂષનો સમાગમ મળ્યા છતાં આ જીવે સત્નો આદર કર્યો નથી – અરે, સત્ની પીછાણ સુદ્ધાં કરી નથી...આનાથી મોટું પાપ બીજું ક્યું હોઈ શકે ? આ જ ઘોર પાપ છે.
©`
જીવ ! હવે તો સત્ત્નો આદર કર... એ વિના તારા દુ:ખ કોઈ ભાંજી શકે એમ નથી. સત્નો સવેળા આદર કર એ જ ઉપાય છે. ખોવાયેલી અનંત રસમસ્તી પુનઃ મેળવવી હોય તો અંતર્મુખ થઈ જા અને પરમલીનતાથી સત્ની ઉપાસના કર...સની ઉપાસના કર.