________________
૧૯૩
સાધનાપથ અને આત્મજ્ઞાન
આ દુનિયામાં...જીવ જેને અવલ્લકોટીના સદ્ગુરુ માનતો હોય – પરંતુ, એમની ભીતરમાં પણ માયા નાચતી હોય તો એ કળાવું દુર્ઘટ છે. સ્મરણમાં નારાયણ રમે છે કે ‘નારી' ૨મે છે; એ તો માત્ર પોતાના સિવાય કોણ જાણી શકે ? માયાનો ભેદ કળાવો મહાદુષ્કર છે.
0
જીવ માયાના મૂળ ઘણાં ગહેરા છે...તું જે કાંઈ પુરુષાર્થ કરે છો ને માને છે કે હું મહાન પુરુષાર્થ કરૂ છું – એ સઘળા મહાપુરુષાર્થોને ઘડીવારમાં બેકાર બનાવી દેવાની ક્ષમતા માયા ધરાવે છે. મોટા જોગંધરોનેય માયા કઠપૂતળીની જેમ નચાવી શકે છે.
-
70
સર્વસંગપરિત્યાગ કરી નિકળી જનારા – જોતજોતામાં – નવા સંગ બનાવી લે છે. એ શિષ્ય શિષ્યાણીઓના વર્તુળો ઉભા કરી દે છે. અંદરથી નિઃસંગ હોય એવા ચૈતન્યલીન ગુરુ મળવા મહાદુર્લભ છે, એવા નિ:સંગી પુરુષના દાસાનુદાસ થવાનુંય મહાસુભાગ્યે સાંપડે.
દિનદિન વધતા જતાં માન-સન્માન પણ ઉલ્ટા જેઓની નિર્લેપતામાં વધારો કરતાં હોય: જેઓને વધુ ઉદાસીન અને અંતર્મુખ બનાવતા હોય; ભક્તો ગમે તેવા ભાવો બતાવે તો ય જે કોઈ પ્રતિભાવ અંતઃકરણમાં ઉઠવા ન દેતા હોય; એ આત્માર્થી જીવોના ગુરુ થઈ શકે.
જ્યાંજ્યાં પરાભવ પામેલ છે ત્યાં ત્યાં પુનઃ પુનઃ પ્રયત્ન કરીને જીત પામવા આત્માર્થી જીવને તડપન રહે છે. હીનવૃત્તિઓએ પરાભૂત કરેલ આત્મા, જ્યાં સુધી એ વૃત્તિઓ પર વિજય ન પામે ત્યાં સુધી ચેન પામતો નથી. મૂક અંતઃકરણ તો રડતું-કકળતું અને તડપતું જ રહે છે.
70Þ
હે આત્મન્ ! તારી મહાન સત્યનિષ્ઠા ક્યાં ગઈ...? પરમ સત્યના દર્શન કરીને એને આત્મસાત્ કરવાની તારી અદમ્ય તડપન ક્યાં ગઈ.. • ...? જાન પણ ન્યોછાવર કરીનેય સત્-ચિત્-આનંદને ઉપલબ્ધ કરવાની ઝિંદાદિલ ખુમારી ક્યાં ગઈ..?
સત્યનો આનંદ માણવા નિતનિત અભિનવ પુરુષાર્થ કરવો પડે છે. વર્તમાનક્ષણનો તાજો પુરુષાર્થ હોય તો જ વર્તમાનમાં સત્ત્ની મસ્તી માણી શકાય છે. જેટલું આત્મલક્ષ કેળવાય અને તત્ત્વનું અનુશીલન થાય એટલી આત્મજાગૃતિ અને આનંદધારા અનુભવી શકાય છે.