________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૨૨૮
કોઈને અલૌકીક આત્માનંદ ન જ માણવો હોય તો એમની મરજી, પણ આંખ મીંચે ને હાજર થઈ જાય એવો આ અલૌકીક આનંદ છે. યોગીઓને તો ચોવીસે કલાક આ આનંદ માણવા મળે છે, પણ જીવ જો ઘડી-બે ઘડીય આનો આસ્વાદ લે તો...
અધ્યાત્મના યાત્રીએ બધુ જોયું-જાણ્યું-માણ્યું ભૂલી જઈ; એક આત્મસ્વરૂપ જાણવા-માણવા ગાઢ પિપાસાવંત બની જવું જોઈએ. એની જ પ્રગાઢ પિપાસામાં અન્ય તમામે તમામ પિપાસાઓ વિસરી જવી ઘટે. આત્મસ્વરૂપ જાણ્યું હોય તો એ પ્રચૂરપણે માણવા મચી જવું જોઈએ.
70
આત્મા કોઈ દ્રશ્ય નથી કે દ્રષ્ટિવડે દેખાયઃ એ તો સ્વયમ્ દ્રષ્ટા છે, જોનાર અને જોવાનો પદાર્થ અભિન્ન છે. ખોજનાર અને ખોજની વસ્તુ જૂદા નથી. પોતે પોતાને ગોતવા નીકળે એવો ઘાટ છે. આના ઉપર ગમ્ભીર થઈને વિચાર કરવા જેવો છે.
પોતાનું તમામ લક્ષ, પોતાની જ અસ્તિને ગ્રહવા તત્પર બને અર્થાત જ્ઞાન સંપૂર્ણતઃ અંતરકેન્દ્રિત બની પોતાને જ માણવા મશગૂલ બને એનું નામ આત્માનુભવ છે. શુદ્ધ, અતીશુદ્ધ આત્માનુભવ સાધવા બીજું સઘળું ય ભૂલી જવાની પરમઆવશ્યકતા છે.
©
જીવનમાં યોગનો ઉજાસ પાથરવા... હંમેશા થોડો થોડો વખત મનને તમામ વૃત્તિ-પ્રવૃત્તિથી વેગળું રાખવાનો મહાવરો પાડો. ઘડી-બેઘડી તો અચૂક આમ કરો. અલબત શરૂમાં આ અભ્યાસ અસાધ્ય જેવો લાગશે; પણ ધીરજ અને ધગશ હશે તો અચૂક સફળ થવાશે.
ભાઈ ! આપણી મોટાભાગની વૃત્તિ-પ્રવૃત્તિઓ કેટલી વ્યર્થ જ હોય છે ? અરે અનર્થકર પણ હોય છે? એની વ્યર્થતા-અનર્થકતાનું ભાન જેટલું પ્રખર થશે એટલું એનો રસ તુટશે ને જોર મંદ થશે...અને એમ એમ જોર ક્ષીણ થતા ‘સહજયોગ’માં આવી શકાશે.
©Þ
મનના વેગ શમે એટલે શ્વાસોશ્વાસની ગતિ આપોઆપ શાંત-સૌમ્ય થઈ જાય છે. જાણે શ્વાસોશ્વાસ ચાલતા જ ન હોય એવું જણાય છે. શ્વાસને ભીતરમાં રોકી રાખવા કોઈ ખાસ આયાસ-પ્રયાસ પણ કરવા પડતા નથી. સહજયોગ ઘટીત થાય છે.