________________
સાધક અને સરળતા
૩૭૯
સ૨ળ આત્મા હંમેશા અંતર્યામિના અવાજને અનુસરે છે. એથી અંતર સંમત ન હોય એવી કોઈ આચરણા – હઠ કે જોરથી – કરવા એ તત્પર થતા નથી. સરળહ્રદયી આત્માનું સર્વ આચરણ સહજભાવે હોય છે. પોતાની માસુમ ચેતના ઉપર બળાત્કાર કરીને કોઈ કાર્ય કરવા એ તૈયાર થતા નથી. સરળ આત્માની સાધના ચાહે તેવી પ્રકૃષ્ટ હોય તો પણ એમાં સહજતા હોય છે. અહં કે આવેગ પ્રેરીત જુસ્સો એમની સાધનામાં હોતો નથી. એ ખરું છે કે સ૨ળહ્રદયવાનને સર્વ સાધનાઓ સુગમ બની રહે છે. સરળ આત્મા સમજણના બળે આગળ વધે છે – હઠ કે કૃત્રિમ જોર-જુસ્સાથી નહીં. અંતર સંમત ન હોય તો ય હઠથી - જીદથી વ્રત-તપ-જપ વિ. માં એ ઝંપલાવતા નથી. સ૨ળ આત્મા અંતરના સૂર સાથે તાલ મીલાવીને પુરુષાર્થ સમાચરે છે.
–
સરળ આત્માની સ્વભાવિક રીતિ જ એવી હોય છે કે જેવું હૈયે એવું જ એમના હોઠે હોય છે. હૈયામાં કાંઈક અને વાણીમાં કાંઈક એવી વિચિત્ર રસમ એમની હોતી નથી. હૈયામાં રાગનો રસ પડેલ હોય – તીવ્ર રસ સેવાતો હોય – અને મુખથી નિર્મોહી થવાની મોટી મોટી વાતો કરવા માંડે એવી રસમ તો માયાચારી જીવોની હોય છે. સરળ આત્મા તો મોન અને મીતભાષી હોય છે. જ્યાં ને ત્યાં, જેમતેમ બોધનો લવારો એ કદી ન કરે. હ્રદય સંમત થઈ તાલ ન પુરાવે એવું તત્ત્વજ્ઞાન કે એવા તથ્યો એ કોઈને ય કહેવા ઉત્સુક થતા નથી. આથી જ સરળ આત્મા ઘણું કરીને મીતભાષી હોય છે – વાચાળ હોતા નથી. હ્રદયના સૂરને અનુસરીને જ હંમેશ ચાલતા હોય સરળ આત્મા સહ્રદયી હોય છે. પ્રત્યેક ઘટનાને એ માત્ર દિમાગથી નહીં પણ દિલથી મૂલવે છે. પોતે સહ્રદયી હોય; સામાની હ્રદયગત ભાવનાઓ એ સુપેઠે સમજી શકે છે. એથી કોઈના હ્રદયને ઠેસ પહોંચે એવું કોઈ આચરણ કદાપી કરતા નથી. સરળ આત્મા વિશાળહ્રદયી હોય છે. એની ઔદાર્યતા સહુ કોઈને પ્રસન્ન કરનાર બની રહે છે.
સરળ આત્મા સત્નો સાક્ષાત્કાર પામવા ખૂબ ખૂબ સુપાત્ર હોય છે. એના વિચાર-વાણી-વર્તનની સચ્ચાઈ એને સત્ની ઝલક પામવા સુપાત્ર બનાવે છે. સ૨ળહ્રદયમાં સત્ત્નું પ્રતિબિંબ સત્વર ઝળકી ઉઠે છે. હ્રદયમાં કોઈ ખોટી આટીઘુંટી ન હોય, શ્રીગુરુના વચનના મર્મને એ સુગમપણે ગ્રહી એનું સરળપણે અમલીકરણ કરી શકે છે. આત્માનુભવી પુરુષોનો પ્રબોધ ઝીલવા સરળહ્રદયવાન ઇન્સાન જ પરમપાત્ર
છે.
સ૨ળહ્રદયી શ્રોતા હ્રદય સંમત ન થતું હોય એવી કોઈ વાતમાં હા-જી-હા ભણતા નથી. એ સરળતાથી કહે છે કે મને સમજાતું નથી. સરળહ્રદયી શ્રોતા વારંવાર પુછવામાં પણ નાનપ અનુભવતા નથી. પોતાની ચતુરાઈ દેખાડવા એ પ્રશ્ન કરતા નથી પણ સાચી જિજ્ઞાસા પૂર્ણ કરવા જ પ્રશ્ન કરે છે. સ૨ળહ્રદય ખોટા તર્ક-વિતર્ક ક૨વામાં માનતું નથી.
સરળહ્રદય નાહકની આંટીઘુંટીમાં પડીને ખોટી સમસ્યાઓ ખડી કરવામાં માનતું નથી. પોતાનું ઘણું અજ્ઞાન સંમત કરી એ અજ્ઞાનનો સહજપણે સ્વીકાર કરે છે. – પણ અજ્ઞાનથી આકળવિકળ બની, અસ્વસ્થ થઈ જતા નથી. પ્રબોધકને મુંઝવણ થાય એવા કે પ્રયોજનવિહિન પ્રશ્નો સ૨ળ આત્મા કરતા