SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ - સાધનાપથ અને આત્મજ્ઞાન માણસ દુઃખીત અને પતીત તો પોતાના વિચિત્ર સ્વભાવના કારણે જ થાય છે પણ દોષ કરમનો કાઢે છે. પોતાના અસંતુષ્ટ અને અસરળ સ્વભાવના કારણે પોતે દુઃખી છે એવું માનવા સુદ્ધાં એ તૈયાર નથી ને નસીબનો – નીયતીનો વાંક કાઢયો કરે છે ! માણસના ઉમદા કે ગંદા જીવનનો મદાર કર્મો ઉપર છે કે એની સમજદારી પર છે ? પોતાનામાં રહેલ ઉણપ કે ઊંધાઈ દેખવા-પેખવા ય માનવા તૈયાર નથી. કાશ, અવળી સમજણ જો સવળી કરે તો જીવનનો રંગ સમૂળગો પલટાય જાય તેમ છે... પણ – કેવું ભગીરથ કામ કરવાનું છે સાધકે – અવળી સમજણો તમામ સવળી કરવાનું. અહાહા...! આ કેવું વિરાટું કાર્ય છે કે જીવન આખું સમર્પ દો ત્યારે એમાં સફળતા મળે... એ માટે તો ભેખ લેવો પડે... એ માટે સતત-અનવરત મગ્ન બની જવું પડે. માણસ પરમાત્મા પાસે પ્રતિદિન પાર વગરની કાકલૂદીઓ કર્યા કરે છે. પણ જે મેળવવું છે એ મેળવવા પાત્ર થતો નથી. અપાત્રને પરમાત્મા કે પ્રકૃતિ કંઈ જ આપતા નથી. ન ભૂલો: પાત્ર થયા વિના... સુપાત્ર થયા વિના... કશું જ મળતું નથી. માનવીની બધી જ પ્રાર્થનાઓ જો ફળીભૂત થતી જ હોત તો આ જગત પર હાહાકાર જ હોત. માનવી કેવી કેવી બેહુદી ને સ્વાર્થી પ્રાર્થનાઓ કરે છે કે ભગવાન પણ એના શોરબકોરથી તોબા પોકારી જાય છે. નિઃશબ્દ “મૌન એ મોટી પ્રાર્થના છે. પોતાની ભીતરમાં વસેલ ભગવાનનું સ્મરણ-ધ્યાન કરી, માત્ર એ પ્રભુ પાસે કૃપાની જ યાચના કરવી. એની કુપારૂપે જે પણ ઉપલબ્ધ થાય . ધનિપણું કે નિર્ધનતા - સુખ કે દુઃખ - જીત કે હાર - જે પણ ઉપલબ્ધ થાય એ પરમવરદાન છે. જDON ભીતરના ભગવાન કેવા પરમનિર્વિકાર છે ? એમની સમીપે શી યાચના થાય? સતીનાર પતિ પાસે શું યાએ ?- ચરણની ચીરકાળ સેવા સિવાય એને શી ઉમેદ હોય ? એમ અંતર્યામ પાસે કશી યાચના ન શોભેઃ સિવાય અભેદભક્તિ.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy