________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
• ૩૫૫
સુખ કે દુઃખ ભીતરથી આવે છે એમ જાણવું માનવું તે સમ્યગુમતિ છે ને સુખ કે દુઃખ બાહ્યકારણથી આવે એવું જાણવું માનવું તે મિથ્થામતિ છે. પોતાના સુખદુઃખ માટે પોતાના જ કર્મો, ભાવો જવાબદાર છે એમ જાણી ભીતરની ભાવદશા ને કર્મો સુધારવા કટીબદ્ધ થવું.
©OS અહો... આ સંસાર ખરે જ ઘોર ભયાનક છે... જીવે નચિંત થઈ સૂવા જેવું નથી. જ્ઞાનીઓ એ કેટલી અગાધ ગહેરી દષ્ટિથી અવલોકીને સંસારને અસાર અસાર કીધેલ હશે ? વાસ્તવિકતા ખરે જ એવી દારૂણ છે કે જીવે સમજી વિચારીને શીધ્ર સંસારભણીથી ઉગરી જવા જેવું છે.
જ્વાળામુખીના ઉદ્દગમ કેન્દ્ર ઉપર કોઈ જાજરમાન મહેલ ચણી મોજ માણતું હોય તો એ બાપડાને ખબર જ નથી કે ક્યારે ને કઈ ક્ષણે વિસ્ફોટ થઈ કેવી કરૂણાંતિકા સર્જાય જઈ શકે છે. એમ સંસારીજીવો પણ મોજમાં ગુલતાન બન્યા છે પણ ભાન નથી કે કાલે શું થવાનું છે.
વર્તમાન સુખ-શાંતિ-સલામતી જોઈ જીવ વિલાસમાં ગળાબૂડ ડૂળ્યો છે. અજ્ઞાતભાવીનો કોઈ ભય નજરે તરવરતો નથી ત્યાં પરલોક માટે કોઈ પરમાર્થ સાધના પાંગરવાનો રૂડો અવકાશ જ ક્યાં છે ? આથી જ સાચા ધર્મનો ઉદ્ગમ થતો નથી.
ત્રણલોકનું તમામ સ્વરૂપ જ્ઞાનચક્ષુથી નિહાળનારા જ્ઞાની ભગવંતોએ એમાં ક્યાંય સાચું સુખ કે કરવાપણું નિહાળેલ નથી. સાચું સુખ એને જ કહેવાય કે ચીરકાળપયત એકસમાન ટકી રહે ને એમાં અનંતકાળપર્યત નિમગ્ન રહેવા હૃદય તલસી રહે. સ્વભાવનું સુખ જ આવું છે.
પ્રત્યેક આર્યધર્મો એકમતે એક જ ધ્વનિ ગુંજવે છે કે સાચું સુખ કેવળ મોલમાં છે. સંસારમાં એ ક્યાંય નથી. છતાં જીવ કહે છે કે હું માનું... હું તો તલાશ કરીશ કે સંસારમાં વધુ સુખ છે કે મોક્ષમાં. પણ સ્વાનુભૂતિ વિના મોક્ષના સુખનો લેશ અંદાજ ક્યાંથી આવે ?
ગોટાળાના ગંજ તળે દબાયેલ માનવી મિથ્યા ગર્વ લે છે કે હું જ્ઞાની છું... એના મનોમન માનેલા સમાધાનોય ખોટા છે ને એને ચાલતા અસમાધાનોય ખોટા છે. એના તમામ હિસાબ-કિતાબ ખોટા છે. કાશ, હિસાબીબુદ્ધિથી જેનો ઉકેલ જ નથી...!!