Book Title: Sadhnapath Ane Aatmgyan
Author(s): Rajubhai Laherchand Shah
Publisher: Rajubhai Laherchand Shah

View full book text
Previous | Next

Page 393
________________ ૩૮૪ સાધક અને સરળતા હિતબોધ ને હડસેલો મારી દેતા નથી. પણ નુત્તન અભિસારની માફક તરોતાજા રુચી - પ્રીતિથી એ પ્રેરણા ગ્રહી લે છે. જાણ છતાં પણ અજાણ થઈને... તત્વ લેવું તાણી’– એ એમનું જીવનસૂત્ર હોય છે. સરળતાથી સાચા સુખની વાટે ચાલ્યા જવું એજ જીવનનું મહાન ધ્યેય હોય સ૨ળ આત્માને એવો સત્સંગ પ્રાણાધિક રુચે છે. પોતાને પ્રયોજન તો એકમાત્ર સાચા સુખનું જ હોય – એનો માર્ગ બતાવનાર રાહબર પણ એને પરમપ્રિય હોય છે. સરળ આત્માને કોઈ ખોટી ખટખટ પસંદ હોતી નથી પણ પ્રયોજનથી જ ૫૨મ નિસ્બત હોય છે. જીવને બીજી ઝંઝટથી શું ફાયદો ? – પ્રયોજન તો સાચા સુખનું જ છે ને ? સ૨ળ આત્મા આડાઅવળા ચીલા ચાતરી બીજા-ત્રીજા રસ્તે જતા નથી. પણ જ્ઞાનીપુરુષ બતાવે તેજ રાહે ચાલનારા હોય છે. જ્ઞાનીની આજ્ઞાનું ઉલ્લંઘન એ કદી કરતા નથી. જ્ઞાનીના આદેશો હૈયામાં જડી રાખે છે. સ૨ળ આત્મા બીજા ઉપર હુકમ-હકુમત કરી કાર્ય કરાવનાર હોતા નથી પણ સમજાવટથી કાર્ય કરાવે છે. સામો ન સમજે તોય આક્રોશિત થતા નથી. સમજાવીને, બીજાનું દિલ જીતીને કાર્યસંપન્ન કરાવે છે. પોતે ધણી હોય તોય રૂઆબ-રોફથી નહીં પણ શાલીનતાથી-વિનમ્રતાથી કામ લેતા હોય છે. ધણીપણાનો કોઈ મદ કે હું’કાર એમનામાં હોતો નથી. નાના નોકરનો પણ દિલથી આદર કરી જાણે છે. સ૨ળ આત્મા કોઈના બોલ નહીં પણ એનો આશય પકડે છે. કોઈ ગમે તેમ વાત કરે પણ એ એનો સારાંશ ગ્રહી લે છે. વચનને વળગી પડી વિવાદ ન કરતા વચનના મર્મને પકડી સામાને ન્યાય આપનાર હોય છે. સામા હ્રદયની સંવેદનાને સમજવા સર્વાધિક યત્ન કરી; સામાની લાગણીને માન આપી જાણે છે. સરળહ્રદયી જ્ઞાનીપુરુષ અજ્ઞાનીના ભાવાવેગને પિછાણી શકે છે. પોતાને મન વાત મામૂલી હોય તોય સામાનો ભાવાવેગ ઉપશાંત કરી એને જ્ઞાનમાર્ગે ચઢાવે છે. પ્રાયઃ કોઈની વાત એ ઝટ અવગણતા નથી. ઋજુહ્રદયની વાત જ એવી નિરાળી હોય છે. સરળ આત્માના અનેક ગુણિયલ પાસા હોય છે – વર્ણન કેટલું થઈ શકે ? સરળ આત્માની વાણી કઠોર કે કર્કશ હોતી નથી. આંધળાને આંધળો કહેવો કે અક્કલ વગરનાને મુરખ કહેવો કે કોઈપણ જીવને એવો પ્રગટ ઉપાલંભ આપવો એ સરળહ્રદયી ઈન્સાન કરતા જ નથી. સરળ ચિત્તવાન સાધક સર્વકોઈનો સમાદર કરી સહુને પ્રિય વચનથી સંતુષ્ટ કરનાર હોય છે. સરળહ્રદયી આત્મા કારણ વિનાની આખા જગતની પંચાત કરતા નથી. કોઈ એવી પંચાત કરતા હોય તો એથી દૂર રહે છે અથવા દિલથી એમાં ભળતા નથી. સરળહ્રદયવાન પંચાતપ્રિય હોતા નથી. બીજાઓ શું કરે છે – શું વિચારે છે – એની ઈર્તેજારી એમને હોતી નથી. સ્વભાવમાં ઠરેલા રહેવું એમને સુલભ હોય છે. કારણ વિના કોઈ ઉપાધિ કે ઝંઝટમાં એ પડતા નથી. આત્મા પોતાની સહજ-સ્વભાવિક સ્થિતિમાં સ્થિત રહે ને કોઈ કુતુહલાદિ ન કરે એ ઘણી મોટી સરળતા છે. સરળ આત્મા તીવ્ર ઉલ્લાસ કે તીવ્ર ઉદ્વેગ ધરતા નથી. ગમે તે થાય તો પણ એમના મનની સ્થિતિ સમતોલ બની રહે છે. સ૨ળ આત્માએ સદ્બોધ પચાવ્યો હોય એમના મનમાં કોઈપણ ઘટનાની તીવ્ર

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406