________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૨૦૪
જ્ઞાની કહે છે કે... સાતમી નરકની મહાઘોર વેદનાય સારી પણ જગતની જીવને જે મોહિની છે એ એથીય ખરાબ છે.' - આ પરમ તથ્ય જીવને યથાર્થ ક્યારે સમજાય ? જ્ઞાની પરત્વે અપાર આદર અને શ્રદ્ધા હોય તો જ એવા વચનોનો યથાર્થ મર્મ સમજાય.
જીવને મોહિની તો અપાર રુચે છે...મોહથી અંધ થયેલો જીવ, ભાવી ઉન્નતિ કે અવનતિનો વિચાર સુદ્ધાં કરતો નથી, મોહમૂઢતામાં આત્માનું કેવું અનંતશ્રેય ચૂકાય રહ્યું છે એનો અંદાજ પણ જીવને નથી. મોહને મદિરાની ઉપમા જ્ઞાનીઓ આથી જ આપે છે ને ?
જ્ઞાનીઓની દૃષ્ટિ તો ઘણી જ વિશાળ છે – દીર્ઘ છે. અજ્ઞાની જીવોની સાવ ટૂંકી દૃષ્ટિ હોય માત્ર આ જીવનના હિતને કે આવતીકાલના હિતને પણ એ દેખી-પેખી શકતા નથી હોતા. વળી દષ્ટિ ઉપર મોહના પડળ એવા બાઝવાં છે કે અંધ જેવી હાલત છે.
વણી કરુણ હકીકત તો એ છે કે – અનંત દુર્લભ આ મનુષ્યાવતારનો અનંત મહિમા જીવ તો થોડોય સમજતો નથી. કદિય એ વિચારતો પણ નથી કે કેવી અણમોલ તકનો કેવો કરુણ ફેજ પોતે બોલાવી રહેલ છે. કરુણા ચિંતવવા સિવાય જ્ઞાની શું કરી શકે ?
વંટોળમાં સુકું પાંદડું ઉડીને ક્યાનું ક્યાંય ફેંકાય જાય એમ – મર્યા પછી – આ જીવ ક્યાનો ક્યાં – કેવી સ્થિતિમાં – ફેંકાય જશે ને પછી શું હાલહવાલ થશે ?- એ જીવ લગીર લક્ષગત કરતો નથી ? મોહે એને મૂઢ અને સાવ મજબૂર બનાવી દીધેલ છે.
જોકે –“આ ભવ મીઠાં તો પરભવ કોણે દીઠાં' – એવી નરદમ બેદરકારીમાં જીવતો જીવ. પોતાના ભાવાહિતની દરકારમાં આવે એ ઘણું દુઃસંભવ છે છતાં, જ્ઞાનીઓ જીવને જાગૃત કરવા અથાગ પ્રયત્નો કરી છૂટે છે.
s અહા! ખરેખર તો ઊનાં ઊનાં અશ્રુઓ વહાવી રડવા જેવું છે ને ગમાર જીવો ગાંડાની માફક હસાહસ કરે છે. – જ્ઞાનીઓ કહે છે કે સન્નિપાતના રોગીના હાસ્ય જેવું આ હાસ્ય છે. એના કરતાં દર્દભરી આત્મવેદના હજાર દરજે વધુ સારી છે.