________________
૩૬૨
સાધનાપથ અને આત્મજ્ઞાન
માઝમ અંધારી રાતે કોઈ સૂર્યપ્રકાશ પામવા કે અમાસની રાતે ચંદ્રપ્રકાશ જોવા ગમે તેવી ચિત્કારભરી પ્રાર્થના કરે તો પણ ફળે ખરી ? બાવળ વાવીને આંખો ખીલવવા કોઈ ચાહે તેવી દર્દીલ પ્રાર્થનાઓ કરે તો પણ બાવળ જ ઉગવાનો છે. .
અમારો કથનાશય એ છે કે વિશ્વના શાશ્વત નિયમો પરમાત્મા પણ પલટાવી શકતા નથી. માટે સમ્ય પુરુષાર્થ સહિત યથાસંભવ એવી પ્રાર્થના સાધક કરે તો એ નિશ્ચિત ફળવતી બને છે. ખૂબ ગંભીર થઈ સમજી લેવા જેવી આ વાત છે.
વિચિત્રકોટીની પ્રાર્થનાઓ કરે તો એનું બીજું કશું ફળ આવતું હોય કે નહીં એ વિવાદ જવા દો – પણ એવી પ્રાર્થનાઓ હૃદયને તો વિષમગતિ બનાવે જ છે. ભાવધારા જેવી – સંવાદી કે વિસંવાદી – હોય. એવી શાતા-અશાતા તલ્લણ લાવે છે.
સાધકે નાહક દુરાશામાં તણાવું નહીં જોઈએ. કેટલાય અરમાનો એવા હોય છે જે કદીય ફળવા સંભવ હોતા નથી. ખરેખર તો કોઈ અરમાન કરવા જેવા નથી. સાધનાના ફળસ્વરૂપે કશુંય વાંછવું એ સાધકના માટે લાંછનરૂપ છે.
કોઈ ખેડુત ખેતીનું સાધંત કાર્ય ન કરે અને રાતદિન પ્રાર્થનામાં મચી રહે કે પ્રભુ મને મબલખ પાક ઉતારી આપો, તો એ કેવી બાલિશતા કહેવાય ? માનવી એનાથીય વધુ ગમાર છે – એ હરહંમેશ અસંભવમાં અસંભવ પ્રાર્થનાઓ જ કર્યું જાય છે.
પ્રત્યેક માનવી માંગે એવી બધી જ પ્રાર્થનાઓ નિશ્ચિતપણે ફળી જતી હોત તો તો સૃષ્ટિ ઘણી કદરૂપી ને ક્લેશમય જ બની ચૂકી હોત. માનવી બીજા ઉપર બળાત્કાર કરવાની પ્રાર્થના પણ કરેત. બીજાના હિતના ભોગે પણ એ નિજી સ્વાર્થ સાધત.
માનવી બેધડક ગૂનો કરે અને પ્રભુને પ્રાર્થનાઓ પણ કરે કે કોર્ટ મને સજા ન કરે એવું કરો ? પ્રભુ પરમ દયાળુ છે કે આવી પ્રાર્થના કરનારને શિક્ષા કરતા નથી. પાપ કરીને માનવ સાંત્વના લઈ લે છે કે માફી માટે મેં પ્રભુને મનાવી તો લીધા છે !