Book Title: Sadhnapath Ane Aatmgyan
Author(s): Rajubhai Laherchand Shah
Publisher: Rajubhai Laherchand Shah

View full book text
Previous | Next

Page 386
________________ સાધક અને સરળતા 3७७ સાધક અને સરળતા "પ્રભુ જો એક જ ગુણ માંગવાનું કહે તો આખો મિંચી સરળતા માંગી લેવા જેવી છે.” વિશ્વવ્યવસ્થાનું સ્વરૂપ જેમ છે તેમ યથાર્થ સમજી; પ્રસન્નતાથી એ વ્યવસ્થા સ્વીકારી લઈ, એ પ્રતી કોઈ શિકાયત કે ગ્લાની ચિત્તમાં ન ઉઠવા દેતા – પરમ સમભાવથી – એ વ્યવસ્થાનો સ્વીકાર તથા આદર કરી સદાય અષ પરિણામવાળા રહેવું એ પરમ સરળતા છે. પરિવર્તન કોઈ વિશ્વવ્યવસ્થામાં નથી લાવવું – પણ – સૃષ્ટિને નિહાળવાની જે પોતાની દૃષ્ટિ છે એમાં જ ધરમૂળથી પરિવર્તન આણવા પ્રયત્નવંત થવાનું છે. ‘દૃષ્ટિ એવી સૃષ્ટિ' માફક નિજ દૃષ્ટિ નિર્મળ કરવા નેક-પ્રયત્ન કરવો એ મહાન સરળતા છે. વિશ્વસ્વભાવને સમજીએ તો પછી એ પ્રતિ દ્વેષના કે આક્રોશના ભાવો રહે નહીં, અને ધીરે ધીરે સમત્વથી વિશ્વના – સારા નરસા તમામ – પાસાઓને રાગ-દ્વેષરહિતપણે વિલોકતા થઈ જઈએ. પરમ સરળ થવાની આ કૂંચી છેઃ વિશ્વવ્યવસ્થા પ્રત્યે કોઈ રાવ-ફરીયાદ નહીં. ખરું તો એ છે કે સારાનરસાના ભેદ પાડવાનું જ આપણે બંધ કરીએ અને વિશ્વની તમામ ચીજોને રુચિ કે અરુચિ ઊપજાવ્યા " વિના વિલોકીએ. કંચન અને કાદવ બંનેને સમાન દૃષ્ટિથી જોતા શીખીએ. પરિવર્તન કાંઈ વિશ્વમાં આણવા ઉદ્યમવંત ઘવાનું નથી. પણ વિશ્વને જોવાની જે પોતાની દૃષ્ટિ છે એ જ સરાસર પલટાય જાય એ અર્થે યત્ન કરવાનો છે. નાનકડા શિશુ માફક વિશ્વને સરળભાવે – પૂર્વગ્રહરહિતપણે – દેખીએ – મૂલવીએ. ભાઈ, સરળ થવું એ ઘણા લાંબા કાળની જહેમત માંગી લે છે. સરળ આત્મા કોઈ વાતની ગાંઠ ન બાંધી રાખે. બાળક જેમ જરાવારમાં રોપ-આક્રોષ ભૂલી જઈ શકે છે એમ હૃદય એવું સાલસ અને નિખાલસ કાનાવી દેવું ઘટે કે એમાં કોઈ પ્રત્યે દુર્ભાવ-અભાવ ઉદ્ભવવા કે ટકવા જ પામે નહીં. વક્ર સાથે પણ વક્ર ન થતાં, સરળપણે વર્તી જવું એ કેવી પરમ ઉમદા હૃદયસ્થિતિ સર્જાય ત્યારે સંભવ બને? સામો અગ્નિ જેવો ધગી ઉઠે ત્યારે પણ પોતે પાણી જેવા શીતળ બની રહેવું અને સામાને પણ ઠારવા એ કેવી સરળ પરિણતિ હોય તો સંભવે ? આડોડાઈ કરનારની સાથે પણ સલૂકાઈભર્યો સુમેળભર્યો વર્તાવ રાખી જાણવો એ સરળતા છે. ખરે જ સરળતા ઘણો ઘણો મહાન સગુણ છે. સરળ અંતઃકરણમાં બીજા તમામ ગુણો સહજસાજ ખીલી-પાંગરી શકે છે. *

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406