________________
૩૮૦
સાધક અને સરળતા
નથી. હૃદયમાં જિજ્ઞાસા ન હોય ને નાહક વાર્તાલાપ ચલાવ્યા કરે એવી રીતિ એમની હોતી નથી.
વિવાદના વિષયમાં માત્ર પોતા તરફી હોય એવા ને એટલા જ શાસ્ત્રપ્રમાણો એકત્ર કરવા એ ભારી અસરળતા છે. પોતાનું મંતવ્ય જ ખરું કરાવવા આવેગશીલ કે આક્રમક થઈ જવું એ સરળતા નથી. પ્રતિપક્ષને પણ પ્રશાંતભાવે સાંભળી-સમજી પછી તત્ત્વનિર્ણય કરવો એ સરળતા છે. “સત્યાગ્રહી ન થઈ જતા સત્યાગ્રાહી' થવું વધુ બહેતર છે. સત્યનો પણ એવો આગ્રહ ન હોવો ઘટે કે સામાને બળાત્કાર સંમત કરાવવા ધસી જવાય. એનું મંતવ્ય એને મુબારક સમજી શાંત થઈ જવું એમાં સરળતા રહેલી છે.
સરળહૃદયમાં વસ્તુસ્થિતિનું પ્રતિબિંબ વિશદ પડતું હોવાથી સરળ આત્મા પોતાનું સ્વકાર્ય હજુ કેટલું બાકી છે એ સુપેરે જાણતા હોય છે. એથી સ્વકાર્ય અવગણીને પરનું હિત કરવા ધસી જવાની ચટપટી એને થતી નથી. પોતાની ઉણપનો એના ઊરમાં સ્વીકારભાવ વર્તતો હોય એ ઉણપ દૂર કરવા એ ઘણા વ્યસ્ત રહે છે. પોતાની જાતને ખોટી વડી કલ્પી લઈ ગજા ઉપરવટનું કોઈ કાર્ય કરવા એ કામી થતા નથી.
આ સરળ આત્મા સર્વકોઈની વાતમાંથી સવળું લેવા જ પ્રયત્ન કરે છે. બને ત્યાં સુધી કોઈની કોઈપણ વાતમાંથી અવળું પકડી ધોખો કરવાની એમની આદત જ હોતી નથી. સરળ આત્મા સાથે સામા પણ મોટાભાગે સરળ જ વાત કરે છે. પણ કદાચ કોઈ અસરળ વાત કરે તો પણ સરળ આત્માના દિલમાં ડંખ પેદા થતો નથી. સરળ આત્માં કોઈના ય કટુવેણનો જલદ પ્રતિભાવ દાખવતા નથી પણ હળવાશથી પ્રત્યુતર પાઠવે છે.
સરળહૃદયી ઇન્સાન કોઈના ઉપર પોતાનો અધિકાર સ્થાપીત કરતા નથી. કોઈ પોતાના મુજબ ન ચાલે તો પણ રોષ-રંજ દાખવતા નથી. એ સર્વ જીવની સ્વતંત્રતા સમજતા હોય, પોતાની મનસુબી મુજબ કોઈને ય ચલાવવા ઉધુક્ત થતા નથી. કોઈ પાતાના વિરૂદ્ધ ચાલે તો ય એ દિલથી દરગુજર કરી જાણે છે.
સરળહૃદયી સાધક તત્ત્વની મોટી મોટી – પ્રયોજન વગરની – વાતો કરતા હોતા નથી. એ એવા વાચાળ કે આડંબરી હોતા જ નથી. પોતાના દોષનો સરળપણે એકરાર કરી એ દિલથી સાચું માર્ગદર્શન માંગતા હોય છે. બહું ઓછા જીવો આવા સુપાત્ર હોય છે. સરળહૃદયી જીવો સદ્ગતિમાંથી આવેલા હોય છે અને સદ્ગતિમાં જનાર હોય છે.
પોતાના ઉરમાં કોઈ ઉલઝન હોય તો એની જ એ પૃચ્છા કરે છે. બાકી નાહકના પ્રશ્નો છેડી ડહાપણ ડહોળવાનું એ કદી કરતા નથી. સરળ હૃદયમાં બેહદ ઉલઝનો પણ ખડી થતી નથી. કોઈની પણ વાતને એ સલૂકાઈથી – સુમેળથી સમજવા યત્ન કરે છે – ઉતાવળો પ્રતિકાર કરતા નથી, સરળ હૃદયી ઇન્સાન કોઈની સાથે અધિરાઈથી તડ ને ફડ જબાન વાપરતા નથી. ઉતાવળથી કોઈ સાથે સંબંધ તોડી પાડતા નથી. કોઈની ગમે તેવી વાતનું એ વાંકુ લેતા જ નથી. વાતે વાતે વાંકુ પડે એ તો વક્રહ્રદયી જીવો હોય છે. સરળહૃદયી જીવો તો મહદ્ઘાયઃ સવળું જ લે છે.
સરળહૃદયી જીવો નોકરને ય ભ્રાતા માફક સમજે છે. સામાન્યમાં સામાન્ય માણસ સાથે પણ એ