Book Title: Sadhnapath Ane Aatmgyan
Author(s): Rajubhai Laherchand Shah
Publisher: Rajubhai Laherchand Shah

View full book text
Previous | Next

Page 387
________________ સાધક અને સરળતા સ૨ળ માનવીને કોઈ બાબતની વ્યર્થ ખેંચાતાણી હોતી નથી. તુચ્છ બાબતોના આગ્રહ-જીદ-હઠમાં એ કદી રાચે નહીં. સરળ માનવી મહાયઃકોઈ સાથે ક્લેશ-સંક્લેશ કરવા રાજી નથી. પોતે નમતું મૂકી – જતું કરીને ય – એ વ્યર્થ વાદ, વિવાદ કે વિતંડાવાદથી સદા ય દૂર જ રહે છે. સ૨ળ આત્મા પોતાની જાણકારી ન હોય એવા વિષયમાં વિવેચન ચલાવતા નથી પણ સરળતાથી કહી દે છે કે આ વિષયમાં મારી જાણકારી નથી. આ બહું મહાન સ૨ળતા છે હોં. પોતાને જાણકારી ન હોય એવા વિષયમાં વાર્તાલાપ નહીં ક૨વાનું જો ધર્મીજનો શીખી જાય અને અણજાણ વિષયમાં મૌન સેવે – પોતાની અજ્ઞતાનો સ૨ળપણે એકરાર કરે તો અકલ્ય લાભ થાય એવું છે. પણ એવી મહાન સ..૨..ળ..તા.. વિરલ જીવોમાં જ હોય છે. પોતાને સત્નો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી તવિષયક સંપૂર્ણ મૌન ધરી રાખવું એ ઘણી મહાન પાત્રતા છે. જે કોઈ વિષયમાં પોતાની વિશદ્ જાણકારી ન હોય એવા કોઈપણ વિષયમાં વાપ્રવાહ ન ચલાવવો એ હ્રદયની ભરપુર સ૨ળતા હોય તો જ સંભવી શકે છે. અરે. પોતે જાણતા હોવા છતાં સામાની ભાવોર્મિને વેગ આપવા એની વાત – પોતાનું જાણપણું દર્શાવ્યા સિવાય – રસથી સાંભળી ૨હે. સરળ આત્માની વાત જ નિરાળી છે. ૩૭૮ સ૨ળ આત્માને સારી વાતોમાં રસ છેઃ મત-પંથ-વાડાના ભેદ હોતા નથી. પોતાની પંડિતાઈ ન દર્શાવતા એ કોઈની પણ સારી વાતને શાલીનભાવે સાંભળે-પ્રશંસે છે. પોતાના જ્ઞાનનો જરાપણ મદ ન હોય એ સામાના સુંદર જ્ઞાનનો ભરપુર સમાદર કરી જાણે છે. કોઈના પણ ગુણ દેખી એનું હ્રદયકમળ પ્રફુલ્લી રહે છે. કોઈના પણ દોષ દેખે તો એ દેખ્યા છતાં અદેખ્યા જેવું કરી સર્વ પ્રકારના દુર્ભાવથી દૂર રહે છે. હશું એવા આપોઆપ દેખાશું' – એમ સમજી સ૨ળ આત્મા કોઈપણ પ્રકારનો દેખાવ કરવા કદી ઉત્સુક થતા નથી. સારા થવા એ જરૂર પ્રયત્ન કરે પણ સારા દેખાવા માટે કોઈ તજવીજ એ કરતા નથી. અહાહા... કશોય દેખાવ ક૨વાની તજવીજમાંથી માનવહ્રદય મુક્ત થઈ જાય તો એ કેટકેટલા ઉત્પાતોમાંથી ઉગરી જાય ? બીજાને પોતાના પ્રભાવથી આંજી દેવા કે અભિભૂત-પરાભૂત કરવા..., એવી ઉમેદ સ૨ળહ્રદયના ઇન્સાનને હોતી નથી. સામાને પણ એ તો આત્મવત્ આદર આપવા ઉત્સુક હોય છે. દેખાડો, કરવાની વૃત્તિ નાબૂદ થાય તો માનવ ઘણો નમ્ર-સ૨ળ-સાલસ-નિખાલસ અને મિલનસાર સ્વભાવી બની શકે છે. સામર્થ્ય વિ. હોય એના કરતા અધીક-અત્યધીક બતાવવા મથ્યા કરવું એ સ૨ળતાનો અભાવ સૂચવે છે. સ૨ળતા તો હોય એનો પણ દેખાડો કરવા નથી માંગતી. પોતાના સદ્ગુણથી પોતે સ્વયમ્ તૃપ્ત છેઃ કોઈના પ્રમાણપત્રોની એને કશી આવશ્યકતા નથી. દેખાડો ક૨વા ખાતર માણસ જીવનને કેટલું તંગ અને બોઝીલ બનાવે છે ! સ૨ળ આત્મા હળવા ફૂલ જેવા હોય છે. કારણ દેખાડો કરવાની કોઈ તંગદિલી એનામાં હોતી નથી. સ૨ળ આત્માનું ધર્માચરણ કે ભલું આચરણ કોઈને દેખાડવા અર્થે હોતું નથી. એનું સમગ્ર આચરણ સ્વપરના સાચા શ્રેય અર્થે હોય છે.

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406