Book Title: Sadhnapath Ane Aatmgyan
Author(s): Rajubhai Laherchand Shah
Publisher: Rajubhai Laherchand Shah

View full book text
Previous | Next

Page 390
________________ સાધક અને સરળતા ૩૮૧ અધિકારબુદ્ધિથી નહીં પણ ભાઈચારાથી વ્યવહાર કરે છે. સ્વભાવમાં જ તુચ્છતા હોતી નથી એથી કોઈ પ્રત્યેય તુચ્છ વર્તાવ એ દાખવતા નથી. સરળહૃદયી સાધક સાધનાપથની શોભા છે. આવા સાધકો કદી પોતાના દોષ છાવરવા કે કોઈના દોષ ઉઘાડવા યત્ન કરતા નથી. દોષનો કદીય બચાવ કરતા નથી – બનતા સર્વ પ્રયત્ન દોષને દૂર કરવા અને ગુણને ખીલવવા પ્રયાસ કરે છે. કોઈની નિંદા તો એ કરતા જ નથી પણ કોઈની નિંદા સુણવાનો પણ એમને રસ લગીર નથી હોતો. કોઈ ગમે તે કરેઃ પોતે શું કરવું એ જ એમનું લક્ષ હોય છે. સરળહૃદયવાન જીવો સહેજે આત્મલક્ષી બની નિજહિતનિમગ્ન થઈ શકે છે. ગુરુ કે વડિલ સમક્ષ હા જી હા કરે અને આચરણા તો પોતાની જ મનસુબી મુજબ કરતા હોય એ કર્યા કરે એવી અસરળતા એમનામાં હોતી નથી. વચન બોલ્યું પાળનારા હોય છે. કહેણી કંઈક અને કરણી કંઈક એવી કૂચાલ એમનામાં બિલકુલ હોતી નથી. સરળ આત્મા પોતાને અંતર્બોધ હોય એવી જ વાત ઉચ્ચારવામાં માનતા હોય છે. પણ, ઉછીના સત્યો સાંભળી ઉન્માદથી રજુઆતો કરનારા હોતા નથી. પુનર્જન્મ કે એવા જે કોઈ વિષયનું પોતાને માર્મિક અને તલસ્પર્શીય જ્ઞાન ન હોય એવા વિષયોમાં બેફામ વાપ્રવાહ ચલાવતા હોતા નથી. વગર વિચાર્યું વદી એ વિવાદનો મધપૂડો છેડતા જ નથી. એને કોઈના ગુરુ થવાની પણ કામના હોતી નથી. વણમાગી કોઈનેય કશી સલાહ એ આપવા ઉત્સુક થતા નથી. ગામની પંચાત એમને હોતી જ નથી. સ્વકાર્ય કરવામાં જ તત્પરતા હોય છે. ગુરુનું નામ ગોપવીને પોતાનો અનુભવ હોય એવું દેખાડવાની મુરાદ એને મનમાંય હોતી નથી અને પોતાનું મંતવ્ય એ કોઈ ગુર્નાદિકના નામે રજુ પણ કરતા નથી. પોતાના હૃદયમાં વાત જુદી ભાસતી હોય તો કોઈ વ્યક્તિ કે ટોળાના પ્રભાવમાં આવીને કોઈ વાતને સમર્થન આપતા નથી. કોઈનીય બંધ ન બેસતી હોય એવી વાતમાં એ ટાપસી પુરાવતા નથી. પોતાના અન્નપણાનો સરળભાવે એકરાર કરી જાણે | સરળહૃદયવાનને સરળ ઉપદેશો ખૂબ રુચે છે. પોતે એક "દી ખાલી હાથે ચાલ્યા જવાનું છે. સાથે શું લઈ જવાનું છે ?’– એ ખ્યાલથી એ વિનમ્ર અને નિરાગ્રહી વર્તે છે. બોધ કરનાર ભલે વિદ્વાન ન પણ હોય પરંતુ સરળપણે સાચો બોધ કરતા હોય તો સરળહૃદયીને એ સર્વાધિક રુચે જચે છે. આડંબરી વક્તાઓ મોટા ટોળા ખડા કરતા હોય તો પણ સરળહૃદયી સાધકને એ દિલથી રુચતા-જતા નથી. પરમાર્થના કાર્યને કોઈ પણ કારણ વિના,.. પછી કરીશ... કાલે કરીશ – એમ વાયદે નાખવું સરળ આત્મા પસંદ કરતા નથી. એ કોમળ હૃદયવાન હોય; મૃભુમિની માફક બોધના વારી એમાં તત્કાળ ઊંડા જતા હોય છે. પ્રત્યેક બોધનો શક્ય ત્વરીત અમલ એ સહજ જ કરતા હોય છે. સરળ સાધક પોતાની વૃત્તિનું દમન કરતા નથી પણ શમન કરવા સર્વ કાંઈ કરી છૂટે છે. ખોટી હઠ-જીદ એમનામાં ન હોય, દમન થવાનો પ્રસંગ જ પ્રાયઃ ઉપસ્થિત થતો નથી. મનોનિગ્રહ વગેરે વાતો

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406