Book Title: Sadhnapath Ane Aatmgyan
Author(s): Rajubhai Laherchand Shah
Publisher: Rajubhai Laherchand Shah
View full book text
________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
અહાહા...! આશ્ચર્યની વાત છે કે આપણને આપણા જ આત્માની રુચિ-પ્રીતિ નહિવત્ છે. આપણે આપણા જ આત્માના દુશ્મન જેવા થઈ ચૂક્યા છીએ. મહાન આત્મરુચિ પ્રજ્જવલીત થશે તો જ અનંત ક્ષુદ્રતામાંથી બહાર અવાશે.
૩૭૫
710
આત્માનું દારિદ્રય દૂર કરવું એ ધીમી અને દીર્ઘ પ્રક્રિયાનું કામ છે. જેમજેમ આત્મલીનતા વધે તેમ એ જામવા લાગે એ પછી તો દૈનંદિન
સ્વપ્ન સાકાર થશે. લીનતા જામવા લાગતા સમય લાગે છે લખલૂટ કમાણી થવા લાગે છે.
-
710
સદ્ગુરુ તો આપણને અંગૂલીનિર્દેશ કરી છૂટે. નિર્દિષ્ટ મંઝીલે પહોંચવા પ્રમાણિક ઉદ્યમ આપણે જાતે કરવાનો છે. અક્ષરજ્ઞાન આત્મજ્ઞાન થવામાં પ્રત્યક્ષ કારણ નથી. છતાં ખપી જીવને આટલો ઈશારો પર્યાપ્ત બની રહેશે એમાં કોઈ સંશય નથી.
0
ભાઈ ! જ્ઞાન આરાધ્યાનું સાફલ્યપણું હોય તો સ્વભાવમાં ઠરી; અન્ય તમામ ભાવોથી વિરમી જવામાં છે. વિશ્વની આસક્તિ અળગી કરી; આત્માની રતિ વધારવામાં છે. જ્ઞાનીઓ કહે છે : સ્વમાં વસ, પરથી ખસ' – બસ આટલામાં તો સર્વ આગમોનો સાર છે.
©
પ્યારા સાધક ! શરૂઆત હંમેશા નાની જ હોય છે – અંત મહાન હોય છે. તું આજથી જ સ્વમાં ઠરવાની નાની પણ શરૂઆત કરજે. ભલે આરંભમાં એવો ગહનાનંદ ન પણ સંવેદાય પણ આગળ જતા અવશ્ય વર્ણનાતીત આત્મવિકાસ સાધી શકાશે.
70
હે સાધક ! તું જેમજેમ સ્વરૂપસ્થ થતો જઈશ એમ એમ કાળાંતરે તને ભીતરથી ભાળ લાધશે કે આત્માની અવગણના કરી આજપર્યંત કેટલું અપાર નુકશાન વહોર્યું છે. ગળગળાહ્રદયે તને એ નુકશાન સરભર કરી લેવાની તીવ્ર તમન્ના જાગશે.
©`
આત્મહિતનો માર્ગ એવો દુર્ગમ નથી. હાં, એ કરવાનો કૃતનિશ્ચય જોઈએ. મારે હવે કેમેય મારૂ સ્વહિત સાધી જ લેવું છે' – એવા પુણ્યસંકલ્પવંત જીવને અર્થે કંઈ આ માર્ગ કઠિન નથીઃ દૂર નથીઃ દુઃસાધ્ય નથી. સાધનાનો સંકલ્પ જોઈએ.

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406