Book Title: Sadhnapath Ane Aatmgyan
Author(s): Rajubhai Laherchand Shah
Publisher: Rajubhai Laherchand Shah

View full book text
Previous | Next

Page 382
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન બચપનમાં સેવેલ ભવ્ય અરમાનોભરી જીંદગીની છેક આવી વલે ? શું એમાં માનવ પોતે પણ જવાબદાર નથી ? સમાજવિ. થોડાઘણા જવાબદાર હશે પણ મહાન જવાબદાર તો માનવી પોતે જ છે. કાશ, હજુય... સત્સંગ... સાંચન-ચિંતન... ધ્યાન... ૩૭૩ વ શ્રીગુરુની જીવને મોંઘેરી શીખ છે કે બધુ ય ગૌણ કરજે પણ સત્સંગને રખેય ગૌણ તું કરીશ નહીં. ગમે તેવી જીવનજંઝાળમાં જકડાયો હો કે ગમે તેવી ઉલઝનમાં તું ઉલજેલો હો પણ સત્સંગ વિના કદી ન રહેવું એવો દૃઢ નિર્ધાર રાખજે. 70 અગણિત ભ્રમોને દૂર નિવારવાની ક્ષમતાવાળું સમ્યગજ્ઞાન હોય છે. જ્ઞાનચક્ષુ ઉઘડે તો અગણિત ભ્રમો નિરખી-પરખી શકાય છે. અને એ ભ્રમોનું વિશોધન કરી શકાય છે. જ્ઞાનચક્ષુ ઉઘડયા વિના સમ્યગ્ આચરણ સંભવતું નથી. સંભવી શકે પણ નહીં. ©Þ પરદેશ વસેલ પ્રિયના પત્રની પ્રતીક્ષા કેવા આતૂર હ્રદયે રહે છે ? એમ સદ્બોધની એની ગહનમધૂર પ્રતીક્ષા બની રહે તો એવો પરમ બોધદાતા મળ્યા વિના રહે નહીં. પ્રાણ સમસ્તમાં એ મીલન અર્થે તડપનભરી આતુરતા જાગી ઉઠવી જોઈએ. 70 જીવન સમેટી લેવું મંજૂર છે પણ સદ્બોધ વિના કે સદાચરણ વિના ક્ષુદ્રજીવન જીવવું મંજૂર નથી. વિનિપાતી વમળમાં સપડાયેલા જીવનનાવને ઉગારવા જે કાંઈ ઉદ્યમ કરવો ઘટે વા જે કાંઈ ભોગ આપવો ઘટે તે પરમપ્રેમથી આપવા જીવે તત્પર થવું ઘટે. 70 સદ્ગુરુથી સન્માર્ગ સમજી એ જ પરમ સત્ય છે એવો અચળ નિર્ણય કરવો અને બીજું સર્વ ગૌણ કરી એ માર્ગની ઉપાસનામાં લાગી જવું. સાચા માર્ગનો સ્પસ્ટ નિશ્ચય થવો અને અનન્ય રતિ-પ્રીતિથી એનું આરાધન થવું એ પરમ સૌભાગ્ય છે. 0TM જીવે દરદ પણ કલ્પી લીધેલ અને દવા પણ કલ્પી લીધેલ. મિથ્યા ઈલાજો કરી મનોમન સંતોષ માન્યો. ન તો સાચા નિદાન કરેલા કે ન તો સાચો ઈલાજ, પામર જીવ કંઈ જાણતો ન હોવા છતાં કલ્પના મુજબ કરણીઓ કરી કરી કૃત્રિમ તોષથી ઉભરાયો.

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406