________________
૩૭૨
સાધનાપથ અને આત્મજ્ઞાન
માનવ પોતાની જ જાતને પ્રેમ કરી નથી શકતો કારણ એ સ્વસ્થ જ નથી. એ ય હકીકત છે કે જે જાતને જ પ્રેમ કરી નહીં શકે એ કદી અન્યને પણ સાચો પ્રેમ કરી શકશે નહીં. અને જે સાચો પ્રેમ આપી નહીં શકે એ સાચો પ્રેમ પામી પણ નહીં શકે એ ય હકીકત છે.
710
ગુલાબમાંથી સુગંધ જેમ સ્વભાવતઃ પ્રસરે એમ સ્વસ્થ માનવમાંથી સર્વ પ્રતિ પ્રેમ પણ આપોઆપ જ પ્રસરે છે. સ્વસ્થ કેમ થવું એ જ સમસ્યા છે, જેને આત્માનું ભાન કે બહુમાન નથી એ ન તો સ્વસ્થ થઈ શકે છે કે ન તો નિર્મળપ્રેમનો પમરાટ પ્રસારી શકે છે.
પ્રબુદ્ધપુરૂષો નિર્મળ પ્રેમ કોને કહે છે એ નાદાન જીવો લગીર સમજી શકવાના નથી. અંતરંગમાં કેવી અનુપમેય શુદ્ધિ અને જ્ઞાનચેતના પ્રગટે તો એ પવિત્રપ્રેમનો પ્રતિપળ રોમહર્ષક અનુભવ થાય એ મૂઢ માનવીને ક્યાંથી જ્ઞાત હોય ?
0
અમે એવા વિમળપ્રેમની વાત કરીએ છીએ જેસતત...નિરંતર...નિરાબાધ પ્રવહીને ચેતનાનું ઉર્દ્વારોહણ સાધ્યા કરે. આવો પવિત્ર-પ્રેમ આત્માને બાંધતો નથી પણ ઉલ્ટો વિમુક્ત કરે છે. અનાદિની તૃષા શમાવી એ આત્માને તૃષ્ણા-વિમુક્ત કરે છે.
0
પ્રથમ તો માનવી જેવી છે એવી’ જાતનો અને જેવા છે એવા જગત્વોનો' પૂર્ણ આદર કરતા નહીં શીખે ત્યાં સુધી કોઈ તરણોપાય જણાતો નથી. જાત સાથે પ્રેમ વિના જાતની વિશુદ્ધિનું વિરાટ્ કાર્ય આસાન બની શકવાનું નથી.
@>
અંતરંગ પવિત્રતા વિના વિમળપ્રેમ સંભવ નથી. વિમળપ્રેમ વિનાના તમામ ગૃહો અને ગૃહમાં વસતા જીવોના જીગરો ઉજ્જડ છે. માનવ માનવ વિક્ષિપ્ત ને રૂગ્ણ છે. રૂગ્ગહ્રદયના સર્જનો પણ એવા જ હોય; ત્યાં માનવનો અંતરાત્મા શાતા પામે ક્યાં ?
70
જીવન ખરેખર જીવવા જેવું છે પણ માનવીને મુદ્દલ જીવતા આવડતું નથી. એથી જ એ આત્મઘાતના વિકલ્પો કર્યા કરે છે. મરું કે મારું શોચતો માનવ, જીવનનું મૂલ્ય જ શું સમજે છે ? અહા... કેવું અણમોલું જીવન એ કેવા આકરા અનાદરથી વિતાવે છે !