Book Title: Sadhnapath Ane Aatmgyan
Author(s): Rajubhai Laherchand Shah
Publisher: Rajubhai Laherchand Shah

View full book text
Previous | Next

Page 383
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ભૂતાવિષ્ટ માનવી શું કરે એનું એને ભાન ન હોય એમ જ કલ્પનાની ભૂતાવળમાં ફસાયેલ જીવ તદ્દન ભાનરહિતપણે ભવાડાં કર્યે જાય છે – એને શુધબુધ લેશ નથી. જીવનો અનંતકાળ આમ નિજકલ્પનામાં જ વ્યર્થ ગયો છે. ૩૭૪ 70 એમ મનમાની રીતે જીવ કોટીગમે ઈલાજ કરશે તોય એનો ભવરોગ મટવાનો નથી. કરુણતાની પરાકાષ્ટા તો ઈ છે કે જીવ જે કાંઈ કરી રહેલ છે એથી તો ઉલ્ટો આંતરવ્યાધિ વધી-વકરી રહ્યો છે... એ છતાં જીવ જાગતો નથી ! 70T વ્યાધિ પણ વહાલો લાગે એવી જીવની વિષમદશા થઈ ચૂકી છે. જ્ઞાનીઓ કહે છે તે જીવની મહાન સમસ્યા ભવરોગની છે. સંસારરસની બીમારી જીવને એવી જાલીમ લાગેલી છે કે ક્યો ઉપચાર એમાં કારગત નીવડે એ ય મોટી સમસ્યા છે. 70 નગ્ન સત્ય સ્વીકારવું રહ્યું કે જીવની નાદાનગીની કોઈ હદ નથી. એમાં ઈ સાચો વિવેક ખીલવી વિમળ પુરુષાર્થ સાધી શકે જ ક્યાંથી ? એ વિના જીવ વિમળઆનંદના પૂર માણે શી રીતે ? અને એ વિના તો ભવાભિનંદીપણુ મટે જ ક્યાંથી? 0TM જીવ જો તરંગી અવસ્થામાં જ રહેવાનો હોય તો કદી અંતઃસ્થલમાંથી તત્વબોધ ઉદિત થવાનો નથી. જીવે તરંગીપણુ ત્યજવું જ પડશે..અને તત્વ શું ? તત્વ શું ? એમ દિનરાત તલાશ ચલાવવી પડશે. તત્વખોજ ખાતર ઊંચા મને જીવવું પડશે. 0 પોતાની પ્રત્યેક વાત કે વિચારણામાં તથ્યગત દ્રષ્ટિએ જોતા તથ્ય કેટલું છે એ ગંભીરતાથી ગવેષવું ઘટે. પોતાને જે પરીની જેવું પ્રિય લાગે છે એમાં પ્રીતિ કરવા લાયક તથ્ય છે કે કેમ ? – છે તો કેટલું છે ? એની ઉત્કટ તલાશ કરવી ઘટે. 70 આપણે વામન છીએ. કારણ કે આપણે મોહઘેલડા છીએ. મોહના કારણે તુચ્છ વસ્તુઓમાં તીવ્ર રાચીયે છીએ. નિયમ છે કે જેની રુચિ તુચ્છ એનું હ્રદય તુચ્છ. વિરાટ હ્રદય પામવા – ક્ષુદ્રરુચિઓથી વિરમી – ઉન્નતરુચિઓ ઉગાડવી પડશે.

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406