________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
અત્મધ્યાનના મુખ્ય બે ફાયદા છે. એક તો તદ્વેળા કોઈ અશુદ્ધિ આત્મામાં પ્રવેશી નથી શકતી કે આત્મામાં ઉત્પન્ન નથી થતીઃ બીજું ભીતરમાં રહેલી પૂર્વસંચિત અશુદ્ધિઓ એ કલ્પનાતીત ત્વરાથી દૂર કરે છે. એથી શુદ્ધિની અમાપ વૃદ્ધિ થાય છે.
૩૭૦
@
સાધનાની આગળની ભુમિકામાં ધ્યાન એ કરવાનો વિષય નથી પણ એ સ્વતઃ થાય જ છે. ધ્યાનચ્યુત થવાતું જ નથી. ધ્યાન સિદ્ધ થઈ ગયા પછીની આ વાત છે. આગળની ભુમિકામાં તમામ સાધના સ્હેજે થઈ જાય છે – કરવી નથી પડતી.
@
અનંતનિર્વિકાર આત્મતત્વનું ધ્યાન – જેમ જેમ અવગાઢ થતું જાય તેમ તેમ અંતસમાં નિર્મળતાની અમાપ અભિવૃદ્ધિ કરતું રહે છે. એકવાર વેગ પકડાયા પછી તો ધ્યાન વધુ ને વધુ પ્રગાઢ થતું જાય છે ને એની મોહિની વધતી જ જાય છે.
0
જીવને જે કાંઈ બંધન છે એ અજ્ઞાનથી છેઃ બધા બંધનોનું મૂળ જીવનું ભારી અજ્ઞાન છે. અજ્ઞાન દૂર ન થાય ત્યાં સુધી મુક્તિ સંભવ નથી. આટલું નિશ્ચિત જાણી મુક્ત થવાના પરમકામી જીવે અજ્ઞાન દૂર કરવા સંનિષ્ઠપણે યત્નવાન થવું.
70*
ભૂલનું ભયાનક ભાન થવું જ અઘરૂ છે. ભૂલની ભયાનકતા જીવને ભારોભાર ભાસે તો ભૂલ દૂર કરવી તો આસાન છે. અજ્ઞાની જીવ ઓઘેઓઘે માને છે કે ભૂલ ભયંકર છે – પણ ભૂલના ભયથી એને કંપારી થતી નથી: એથી બચવા બાપોકાર થતો નથી.
જીરૂ
ખરેખર જીવને ભૂલ થરથરાવી મૂકે એવી ભયાવહ લાગે છે ? એવા સુજ્ઞાની ગુરુ વિના જીવને એની ગહનભૂલોનું ગંભીર ભાન કોણ કરાવે ? બધી ભૂલોના પાયામાં મૂળભૂત ભૂલ કઈ છે એ પણ જ્ઞાત થવું ઘટે છે. એવા પરમવિવેકી ગુરુ જ એ જ્ઞાન કરાવી શકે છે.
જી
અનંત વિશુદ્ધિનું કારણ ‘આત્મજ્ઞાન’ અને ‘આત્મધ્યાન' છે. બેખબર જીવને માલૂમ જ નથી કે આત્મજ્ઞાનનો જાદુ કેવો અજીબોગજીબ છે. અહાહા... વાણીથી એ અદ્ભૂત વર્ણન સંભવ નથી પણ સાચા યોગી થવું હોય તો એ જ ઉપાય છે.