________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૩૬૯
સન્માર્ગનો સચોટ નિર્ણય કરવો એ જીવનનું પરમ આવશ્યક કાર્ય છે. મારા ભાવી અનંતહિતનો અચૂક ઉપાય આ જ છે એવી અચલ-શ્રદ્ધા એ પરમપૂર્લભ સૌભાગ્યની ઘટના છે. આવા નિશ૬નિર્ણયનંત જીવો જ નિર્વાણના અધિકારી છે.
સંશયવાન જીવ કોઈ સિદ્ધિ અર્થે સમ્યગુ-સંપૂર્ણ પુરુષાર્થ કરી શકતો નથી. નિર્વાણમાં અસીમ-અનંત સુખ હશે કે કેમ – એવો સંગુપ્ત પણ સંશય રહે તો એની સાધનામાં પ્રાણાધિક પ્રેમ અને અનન્યરુચિ ક્યાંથી ઉમટશે?
પ્રથમ.... કાંઈ કરવાની જરૂર નથી પણ કરવાની જ જરૂર છે. નિર્મળ નિર્ણય પામ્યા પછી જ પુરુષાર્થ ફોરવવાનો છે. શ્રદ્ધાવિહોણા અસીમ પુરુષાર્થને પણ પ્રબુદ્ધપુરૂષો પ્રશસ્ય લેખતા નથી. નિર્મળશ્રદ્ધા ઝળહળે પછી જ સમ્યગુ સાધનાનો પ્રારંભ થાય છે.
જ્ઞાનીનેય અસ્થિરતાજન્ય રાગ, દ્વેષ, ક્લેશ, ઉદ્વેગ હજુ સંભવી શકે છે. અલબત એવા ભાવો જ્ઞાનીને ગોઠતા નથી – અંદરમાં ખટકે છે. પણ સ્થિરતા ન સધાણી હોય ત્યાં સુધી એવા ભાવો થઈ જાય છે. એ વેળા પણ એમનું અંતરદળ તો ઉદાસીન હોય છે.
s જ્ઞાનીની ઉન્મત જેવી ચેષ્ટાથી ક્યારેક અન્નજીવોને સંદેહ થાય કે આવા કંઈ જ્ઞાની હોતા હશે ? ગમે તેવો ઝંઝાવાતી સાગર પણ એના ભીતરીય દળમાં તો સ્થિર અને શાંત જ હોય છે, એમ જ્ઞાની પણ હરહાલતમાં અંદર તો ખૂબખૂબ ઠરેલા ને ઉચાટરહિત હોય છે.
જ્ઞાની ક્યારેક રોતા પણ બતાય તો પણ અંદરમાં એ હર્ષ-શોકથી પર થયેલા છે તે પર જ છે. અંતરંગની ટાઢય તો વેદનાર જ જાણી શકે – બીજા એ ક્યાંથી દેખી શકે ? નરકમાં ય સમ્યફદષ્ટિ હાયવોય કરતા હોવા છતાં ભીતરમાં તો ઘેરી પ્રશાંતિ પથરાયેલી હોય છે.
ખરેખરા આત્મધ્યાનની વાત તો ખૂબ ન્યારી છે – પરિભાષાથી એ સમજાવી ન શકાય. એ ધ્યાન કરવું નથી પડતું એ તો શ્વાસોશ્વાસની જેમ સહજ ચાલે છે. કોઈપણ પ્રવૃત્તિ કરતા થકા પણ ભીતરમાં એ ધ્યાનની ધારા અતૂટ ચાલે છે.