Book Title: Sadhnapath Ane Aatmgyan
Author(s): Rajubhai Laherchand Shah
Publisher: Rajubhai Laherchand Shah

View full book text
Previous | Next

Page 380
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૭૧ જીવ તું દુનિયાને દેખાડવા જ ધર્મ કરતો હો તો એ અંગે અમારે કાંઈ કહેવું નથી. પણ તારી ધર્મકરણીના મૂળમાં અનન્ય આત્મહિતનો જ ઉદ્દેશ હોય; આત્મહિતની તારી ગહનગાઢ લગન હોય તો આત્મલીન ગુરુને ગોતી તું શીઘ્ર આત્મલીન થજે. ©Þ જીવ પ્રમાણિકપણે પામરતાનો એકરાર કરતો થઈ જાય તોય ઘણું ઘણું કામ બની જાય એવું છે. સાધનાપથમાં નિખાલસ એકરારની કિંમત અપાર છે. નિર્દભ હ્રદયી સાધકો પોતાની ગુંજાશ કેટલી પરિસીમીત છે એ સુપેઠે કબૂલી શકે છે. © આધ્યાત્મિક ચિંતન-મનન અને નિદિધ્યાસન એ તો આત્માનો ખોરાક છે. પણ આધ્યાત્મિક-પાથેય આરોગવાનું સરિયામ ભૂલી જીવ નકરૂ ભૌત્તિકનું ભોજન જ અતિ માત્રામાં કરવા લાગે તો આત્માની બેચેનગી ને પીડાય માઝા મૂકે જ. જીરૂ આજે માનવસમાજમાં આત્માનું તો ગળું ઘોંટાય રહ્યું છે. આત્માની આટલી બધી ઘોર ઉપેક્ષાથી જ માનવ વિક્ષિપ્ત અને વેદનાગ્રસ્ત છે. માનવનો આત્મા ગુંગળાયને ગોકીરો કરી રહેલ છે, એથી જ શાંતિ-સંતોષ-સમાધિ દુર્લભ થયા છે. રે.. દાટ વળી ગયો છે આપણા જીવનનો. જ્ઞાનીઓ જેને જીવવા જેવું કહે છે એ જીવન શું વસ્તુ છે એજ આપણે જાણતા નથી. જીવનતીર્થની જે માઠી વલે આજનો માનવ કરી રહ્યો છે એ નિહાળી જ્ઞાનીના નેત્ર ઊનાઊના અશૂ વહાવે છે. જીવનની સનાતન ભૂખ પ્રેમની છે: વાસનાની નહીં. માનવજીવનની જે દારૂણ વિચિત્રતા ચોમેર બતાય છે એના ઊંડા મૂળમાં, માનવમાત્ર આજ સાચા પ્રેમથી અને પરસ્પરના પવિત્ર આદર-સદ્ભાવથી અત્યંત વંચીત થયેલ છે એ જ છે. 0 કહેવાય છે કે ઈશ્વર પણ સાચા પ્રેમનો ભૂખ્યો છે.' વાતમા તથ્ય છે. અલબત, ઈશ્વર તો આત્મતૃપ્ત છેઃ કૃતકૃત્ય છેઃ એને કોઈ ભૂખ નથી. પણ માનવનો અંતરાત્મા સદૈવ સાચા પ્રેમ ખાતર તરફડે છે. કાશ, માનવ પોતે પણ પોતાને પ્રેમ નથી કરતો!!!

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406