________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૩૬૧
માનવીના મનોરથોમાંય કોઈ ગગન અડતી ચાઈ નથી. કેવા મનોરથ કરવા કે કેવી પ્રાર્થના કરવી એની કોઈ ગમ માનવને નથી. પોતાની દીન-તુચ્છ વાંછાઓ પુરવા પાગલ બનેલ માનવ, પ્રભુ સમક્ષ શું બોલાય એનોય વિવેક દાખવતો નથી.
માનવને નિષ્કામભાવે પરમાત્માની ગુણસ્તવના નથી કરવી. પ્રભુને એ એટલા માટે જ સ્મરે છે કે પોતાનું તુચ્છ કામ પ્રભુ સાધી આપે ? પોતાના કામ સિવાય રામનેય યાદ કરવા માણસ રાજી નથી. એને પ્રભુનું નહીં પણ મનમાં કામનું જ મૂલ્ય છે.
જ0= જ્યાં સુધી માનવી સ્વસ્થ નથી – માનવીનું હૃદય સ્વસ્થ નથી – ત્યાં સુધી એની પ્રાર્થના વિસંવાદી જ રહેવાની. રણ હૃદયની આરઝુ પણ રૂણ જ હોવાની. અત્યંત ભલું તો એ છે કે માનવી પ્રભુ સમક્ષ મૂક ઊભો રહી કેવળ કૃપા કરવાની જ યાચના કરે.
ખૂબ બિમાર બાળક ચોકલેટો માંગમાંગ કરે તો કરુણાળુ માતા ઓછી જ આપે ? આપણું દિલ અને દિમાગ બાળકથી પણ નાદાન છે. પ્રભુમાતા જ આપણી માંગણી મુજબ બધુ આપી રહેત તો એથી કંઈ રૂડું ન થાત... પ્રભુ એવી પ્રાર્થના કેમ પૂરે ?
પ્રાર્થના એટલે સ્તવન નહીં પણ માંગણીઓ જ માંગણીઓ; એવો અર્થ થઈ ચૂકેલ છે. શું માનવી કંઈ માંગે નહીં તો કરુણાળુ પ્રભુ આપે નહીં કશું, એવું છે ? પ્રભુ આપે એ લેવું છે કે મનમાની રીતે કાંઈ મેળવવું છે ? સમર્પણભાવ શેમાં રહેલો છે ?
જીવનમાં જે કાંઈ ઘટે એનો સહર્ષ સ્વીકાર કરવા જે તત્પર છે... કશાનો ઈન્કાર કરવાની કે કશાની ઈચ્છા કરવાની જેની મુરાદ જ નથી એવો આત્માર્થી સાધક તો પ્રભુને પણ એમ જ કહે કે પ્રભુ! મને કંઈ કરતાં કંઈ જ જોઈતું નથી.
નિરિક અર્થાતુ ઈચ્છારહિતદશા એ જ નિરામયતા છેઃ એ જ આત્માનું આરોગ્ય છે. ઈચ્છા તો વ્યાધિ છે. આખર તો મુક્તિનીય ઈચ્છા આકુળતારૂપે જાણીને પરિહરવાની છે. ખરે જ જેને કોઈ ઈચ્છા નથી એના જેવો પરમસુખી કોઈ નથી.