________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૩૬૫
કોઈ જીવ સાથે વિષમ અનુબંધો ન બંધાય જવા પામે એની મને સદેવ – હરપળે કાળજી બની રહો. ક્ષમા, સમતા ઇત્યાદિ મારા સહગુણો છે. એનાથી મૃત કદી ન થાવ. ક્યારેય એવી બેહોશીમાં ન આવું કે ઉપરોક્ત કાળજી અને વિસરાવા પામે.
કોઈના ગમે તેવા વિષમ-વર્તાવથી પણ મારું હૃદય કઠોર ન થાય. પ્રત્યેક પ્રસંગમાં મારા હૃદયની સુકુમારતા અકબંધ બની રહો. બસ, હૃદય કદી દ્વેષ કે ક્લેશથી મલીન ન બને અને એની પવિત્રતાપ્રેમાળતા સદેવ બની રહે એ અર્થે જાગરૂક રહું.
ભાઈ, હૃદયની સુકુમાળતા નષ્ટ થઈ જાય એવું કોઈ કાર્ય ક્યારેય કરશો નહીં. કૃત્રિમ જોર આપી સાધના કરવાથી પણ હૃદયની કોમળતા હણાય જાય છે. ખોયેલી કુલ જેવી હૃદયકોમળતા પાછી મેળવવા જે પણ તપ કરવું પડે તે કરવા શીઘ તત્પર થજો.
જ્ઞાની કહે છે કે જેને ખરેખરી લાગી છે એ જ પીયુ પીયુ (પ્રભુ પ્રભુ) પોકારે છે. જેને પોતાની અનંત અસમર્થતાનું ભાન છે ને જેને સભાનતા છે કે અનંતકાર્ય કરવું હજુ બાકી છે એ પોતાની પારાવાર કમજોરી નિહાળી નિહાળીને પ્રભુ પ્રભુ પુકારે છે.
સાધક જેમ જેમ સાધનાપથમાં આગળ વધતો જાય તેમ તેમ એને વિરાકાર્ય કરવાનું નજર સમક્ષ દેખાતું જતું હોવાથી – તદર્થ પોતાની અસમર્થતા નિહાળી એનું માન ગળી જાય છે. આથી ગળગળા હદયે પરમાત્માને પ્રાર્થી ઉઠે છે.
માણસ ખરેખર મહામૂઢ છે... જ્ઞાન ચોખુ થયા વિના – સાચો મિત્ર છે કે શત્રુ એ જાણ્યા વિના – એ ગોળીબાર કરવા લાગે છે. કાશ એ હિતસ્વીને શત્રુ માની લે છે ને અહિત કરનારને મિત્ર માની વર્તે છે. અને જ્ઞાન ચોખ્ખું થયા પહેલા તો –
જ્ઞાનમાં પરિપક્વ નિર્ણય થયા પછી જ પગલા ભરવા જોગી ધીરજ અને ગંભીરતા માનવજાતમાં નથી. માનવીની અધીરાઈ અને અવિચારકતાનો કોઈ પાર નથી. બુંદથી બગડ્યું હોજથી પણ ન સુધરી શકે એવો ઘાટ થાય છે.