________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૩૬૩
ખરી પ્રેમિકા એ છે જે પ્રિયતમ પાસે જીવનભર કશું જ યાચતી નથી. પ્રિયતમ સામેથી જે આપે એનો પ્રસાદરૂપે પરમ પ્રસન્નતાથી સ્વીકાર કરે છે. પ્રિયતમ પણ હ્રદયથી એને સઘળું આપે છે. પ્રભુ અને ભક્ત મધ્યે પણ આવો ગહન પ્રેમવિભોર સંબંધ હોય તો ?
70
આપણને પ્રિયપાત્રનું સ્મરણ કરવું ઓછું જ પડે છે ? એ તો આપમેળે થાય છેઃ ઉલ્ટુ રોક્યું રોકાતું નથી. પ્રભુસ્મરણ કરવું પડે એ પ્રભુ પ્રત્યેના આપણા પ્રેમની કમી સૂચવે છે. વિસ્મરણ થવાનો અવકાશ હોય ત્યારે જ સ્મરણ કરવું પડે ને ?
70
પ્રભુ આપણી પ્રાર્થનાને ન્યાય આપે કે ન આપે પણ આપણને તો અવશ્ય ન્યાય આપે છે. – અર્થાત્ કોઈ રૂડી પ્રાર્થના નિષ્ફળ તો જતી નથી જ. એ આપણા હ્રદયને ગદિત કરી પરમાત્માનો પરમ શ્રેષ્ઠ પ્રાસાદ પામવા અધિકારી બનાવે છે.
કોઈ પણ નિખાલસ પ્રાર્થનાના મીષે આપણો પરમાત્મા સાથે પરિચય પ્રગાઢ બને – પ્રભુમય બની આપણે જાતનું ભાન ભૂલી રહીએ એ પ્રાર્થનાનો પ૨મલાભ છે. પરમાત્મા સાથેનો અનાદિનો તુટેલો સંબંધ પુનઃ જોડાય એ ભક્તિની સાર્થકતા છે.
70
પ્રભુ પાસે મોતીનો ચારો માંગતા પહેલા જીવે કાગ મટી હંસ થવું ઘટે છે. જે પાત્ર થાય છે એને માંગવાની પણ જરૂરત રહેતી નથી – મળી જ રહે છે, નિશ્ચિત. માટે પાત્ર બનો ! પાત્ર બનો ! પાત્રને પરમપદાર્થ વણમાંગ્યે જ મળી રહેવાનો છે.
@>
ખરી હકીકત છે કે... પ્રભુ સ્વયં આપણને અખૂટ વરદાન દેવા તલસે છે. પણ પ્રભુ વાટ જૂએ છે ભકત પાત્ર થાય એની. પાત્ર થયા વિના જીવને આખું સ્વર્ગ આપી દેવું પણ હિતકર નથી. ભક્તિ પાત્રતા ખીલવવાનું પરમ સાધન છે.
ONT
આંબો વાવીને એના મધુર ફળો પામવા વરસોની ધૈર્યતા જોઈએ છે. એમ પ્રાર્થના કર્યા બાદ એના પરમફળ પામવા ધૈર્યપૂર્વક યોગ્ય સમયની વાટ જોવી ઘટે છે. ધૈર્ય ગુમાવ્યા વિના જે ‘નિષ્કામભક્તિ ચાલુ રાખે છે એ તો અનંત રૂડા ફળો અવશ્ય પામે છે.