________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૩૫૯
વરસો જુના સાધકને કોઈ એમ કહે કે “તને એકડે એકથી માંડી સો સુધીમાં કાંઈ ગમ નથી પડતીઃ તું તો સૂંઠને ગાંગડે ગાંધી થવા નિકળ્યો છે' - તો એ કેવો ગિન્નાય જાય – કેવો ગુસ્સે થઈ પ્રત્યાક્રમણ કરવા તૈયાર થઈ જાય ? પણ... વસ્તુસ્થિતિ શું એવી જ નથી ??
1017
માનવહૃદય પાર વગરની દ્વિધાઓથી ઘેરાયેલું છે. કહેવાતા પંડિત-વિદ્વાનો પણ ભીતરમાં દુવિધાઓથી ઘેરાયેલા હોય છે. નિર્ણય જ સ્વચ્છ ન થાય તો ત્યાં સુધી સમ્યક્રમાર્ગનો સંપૂર્ણ સ્વીકાર ક્યાંથી થાય ? સાચો માર્ગ પેખાવોય દુર્ઘટ છે ત્યાં એ પળાવો તો...?
T
જીવ પોતાના ભયંકર સ્વચ્છંદને જાણે છે ખરો ? ધર્મ એને ખૂબ કરવો છે પણ મનમાની રીતે ! એના મનમાં જે માન્યતાઓ-ધારણાઓ પડી છે એ બધી કેવી તુચ્છ અને તીરછી છે એ એને કોણ જ્ઞાત કરાવે ? પોતાના જાણપણાનું ગુમાન છલોછલ ભર્યું હોય ત્યાં... ?
7)
મહાજ્ઞાની અને અતિશય પ્રતિષ્ઠાવંત આચાર્ય હોય અને પાછલી જીંદગીમાં એ પદ, પ્રતિષ્ઠા, વિશાળગણ ઇત્યાદિ બધું પરિહ૨ીને એકલાઅટુલા આત્મસાધનારૂપી વનમાં ખોવાય જાય. એક સાધારણ સાધુ માફક એ સ્વહિતસાધનામાં પ્રવણ થઈ જાય. એવો અનૂઠો મારગ છે મુક્તિનો.
70
સાચા હિતના આશક સાધકે ઝગારા મારતું વ્યક્તિત્વ ભૂલી; સ્વત્વ ખીલવવા - સુષુપ્ત આત્મશક્તિઓ ખીલવવા - અગણિત આત્મગુણ ખીલવવા અર્થે, ભીતરમાં ખોવાય વું ઘટે. વ્યક્તિત્વ નહીં પણ સ્વત્વ ઝળકાવવા ઉઘુક્ત થવું ઘટે.
70
જીવ જો સાચું સમજે અને સાચી દાનતથી સ્વત્વ ખીલવવા સમુત્સુક બને તો એને તન-મનની કોઈ કમજોરી ન નડી શકે એવું અપરિમેય આત્મબળ દરેક જીવમાં છે. ખરેખર જીવને ખુદને જ પોતાનામાં ધરબાયેલી અખૂટ તાકાતનો અંદાજ નથી.
0
જીવ પોતે જ પોતાનો મહિમા પિછાણવા યત્ન કરતો નથી ! કેટકેટલીય ઉમદાભવ્ય સંભાવનાઓ જીવમાં સુષુપ્ત પડી છે. સ્વ તરફ લક્ષ વાળે એટલું જ પર્યાપ્ત છે. અંતસમાં પડેલ અનંતશક્તિઓનો ભંડાર, ધ્યાન સ્વ તરફ વાળવાથી ખૂલે છે.