________________
૩૫૮
સાધનાપથ અને આત્મજ્ઞાન
માનવી તું લાચાર જીવોને લૂંટે છો પણ... તારા લોભના કારમા પરિણામ જ આવવાના છે. તારે વ્યાજ શીખે ચૂકવવું પડશે – એટલું જ નહીં – ઉપરથી ભયાનક શિક્ષા પણ ભોગવવી પડશે. નિસર્ગનું ન્યાયતંત્ર કોઈનેય છોડતું નથી.
7817
કોઈથી કશું લેવાની લાલસા જ અન્યાય-અનીતિનું મૂળ છે. જીવ વૃથા વિભ્રાંત છે. બાકી એને શી કમી છે કે કોઈથી કશું લેવું રહે ? જીવ પોતાના સનાતન અસ્તિત્વ પ્રતિ દૃષ્ટિ કરે તો એને પરિપૂર્ણતાનો અનુભવ થાયઃ કોઈ વાતેય કમી નથી એ સમજાય.
70
ખરેખર પ્રત્યેક જીવ સ્વરૂપથી જ ‘પૂર્ણ’ છે... એ આ ક્ષણે જ પૂર્ણ છે. શાસ્ત્રો કહે છે કે એનામાં કોઈ અધુરાશ નથી કે અતૃપ્તિ ઊપજવા અવકાશ રહે. માત્ર સ્વરૂપથી વિમુખ છે એથી પરમતૃપ્તિનો પ્રગાઢ અહેસાસ નથી થતોઃ સ્વરૂપ સન્મુખ થાય તો કૃતકૃત્ય થઈ જાય... એવું છે.
સઘળીય સમસ્યાનો ઉકેલ તો એક જ છે કે જીવ સ્વરૂપ સન્મુખ થઈ જાય. જ્યાં સુધી પરસન્મુખ છે ત્યાં સુધી તૃષ્ણાનો તરખાટ છે..છે.. ને છે. ત્યાં સુધી વિવળતા ને વિષાદ છે. જીવ વ્યાકુળતાનો ઈલાજ બાહ્યોપલબ્ધિથી કરવા મથે છે એ જ એની મહામુર્ખામી છે.
70d
બગડેલી જીવનબાજી સુધારવા તલસતા જીવે એક-બે વાર નહીં પણ અનેકવાર અનેક દૃષ્ટિકોણથી વિચારવું-શોચવું ઘટે છે. કોઈ દૃષ્ટિકોણ ખ્યાલમાં લેવાનો શેષ ન રહી જાય એની કાળજી વર્તવી ઘટે છે. તદર્થ ૫રમ ન્યાયી અંતઃકરણ અને પરમ જાગૃત પ્રજ્ઞાની આવશ્યકતા રહેલી છે.
0TM
વાણીથી તો ભાઈ, કેટલું સમજાવી શકાય ? પણ બગડેલી બાજી વ્યવસ્થિત કરવી એ આસાન કામ નથી. એ કાંઈ નાનીમાના ખેલ નથી. સકલ દૃષ્ટિકોણથી શુદ્ધ એવો પ્રયાસ. એ તો પરમાત્માનો અનુગ્રહ વરસે તો જ સંભવીત છે. બાકી તો આરોવારો નથી.
70
જીવ જેટલો અપાત્ર – એટલો એની અપાત્રતાનો અંદાજ એને ઓછો આવે. બહુ સુપાત્ર જીવને જ પોતાની તમામ અપાત્રતાઓ દેખાય-પેખાય છે. પોતાની અપાત્રતા જાણવા માટેય ઘણી ઉચ્ચકક્ષાની પાત્રતા હોવી ઘટે છે. કોઈ સંત કે સંતની સમીપ રહેનાર જ એવા પાત્ર હોય છે.