________________
૩૫૬
સાધનાપથ અને આત્મજ્ઞાન
માનવી જેને ખોટું માને – ગહન અર્થમાં – એ ખોટું જ હોય – કે એ જેને સાચું માને એ સાચું જ હોય એવો નિયમ નથી. ખરેખર તો સાચા-ખોટાનો નિર્ણય કરવા જે ગહન અંતર્ઝ હોવી જોઈએ કે એવી અંતર્રઝ ઉગાડવા જે મંથનની તપશ્વર્યા હોવી જોઈએ એ ક્યાં છે ?
સત્યની ખોજ કરવા તો દિમાગનું વલોણું કરવું પડે છે. સ્થિતપ્રજ્ઞ થવું ઘટે છે. સત્ય... અંતિમસત્ય હાથ આવવું એ વિના આસાન નથી. મનોમંથન અને હૃદયઝૂરણાની મહાન તપશ્વર્યા જોઈએ છે ને દીર્ધકાળની અખૂટ ધીરજ પણ જોઈએ.
સંયોગમાં જીવ રાચે છે ત્યારે ભૂલી જાય છે કે સિક્કાની બીજી બાજુ જેમ સંયોગની સાથે વિયોગ જડાયેલ જ છે. જેટલા પણ સંયોગ મલ્યા છે એ તમામનો વિયોગ થવો નિશ્ચિત છે. સંયોગમાં જેટલું મલકાશે એટલું વિયોગમાં ઝૂરવું પડશે, નિશ્ચિતપણે.
જીવ નાનીનાની ભૂલોનું પરિમાર્જન તો અગણિત કરે છે - સારું છે . પણ બધી ભૂલોના મૂળમાં કંઈ મુખ્ય ભૂલ રહી જાય છે એ શોધતો-પરિશોધતો નથી, એ ભૂલ ‘મિથ્યાત્વની છે. મારું સુખ બાહ્યસાધન સંયોગમાં છે. એ માન્યતા જ મુખ્ય ભૂલ છે.
પરલક્ષથી થંભી જઈને... આત્મલક્ષ પ્રતિ પરિણતિ વેગે વહેતી થાય એ પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણસામાયિક પરલક્ષની રુચિ મટાડવા અર્થે છે. પણ જ્યાં સુધી આત્મહિતની ઉત્કૃષ્ટ સાન ખીલતી નથી ત્યાં સુધી લક્ષ પર બાજુથી સ્વ તરફ વળતું નથી.
સાધક આત્માને અંદરમાં સતત સંઘર્ષ ચાલ્યા જ કરતો હોય છે. આંતરશત્રુઓ જોર કરી સાધકને ધ્યેયમૂત કરવા ધમાલ કરે ત્યારે તો ખરાખરીનો જંગ જામતો હોય છે. આવા ટાણે સાધક વિવેકને વિશેષ દિપ્ત કરવા સર્વ યત્ન-પ્રયત્ન કરી છૂટે છે.
પુણ્ય પરવારે ત્યારે મોટા માંધાતાનીય દશા મગતરા જેવી મામૂલી થઈ જાય છે. મોટો મહારથી પણ મરીને મચ્છર-માખી થઈ જાય એવું બને છે. જીવ કંઈ મદાર પર જાલિમ ગુમાન કરે છે ? અરે ભાઈ પુસ્થાઈ તો પાણીના પરપોટા જેવી છે.