________________
૨૩૩
સાધનાપથ અને આત્મજ્ઞાન
અહિંસા પરમધર્મ કહેવાય છે એમાં પણ ગહનાશય આત્મહિતનો જ રહેલો છે. વ્યક્તિ સર્વસંબંધોથી નિપેસ થઈ આત્મપરિચયી બની રહે તો પુણ્ય-પાપના બંધનથી બચી જાય છે. મુનિઓને આવી અબંધદશામાં - કેવળ આત્મપરિચયમાં – રહેવાની જિનાજ્ઞા છે.
શાનીધ્યાની આત્માઓએ પણ – સર્વ સંબંધના બંધન છેદીને – આત્મપરિચયી બની જવાનું છે. બસ જેના પરિણામે આત્મસુખ ઊપજે એમ વર્તવું એ ધર્મ અને વિપરિત વર્તવું તે અધર્મ. – માટે આત્મસુખ ઊપજાવનાર એવા જ્ઞાન-ધ્યાનાદિક સર્વ ઉપાયો ધર્મ છે.
જ્ઞાની કહે છે કે, જગત ધર્મ ધર્મ કરતું ફરે છે પણ ધર્મનો મર્મ જાણતું નથી. કર્મબંધથી વિરમાય એવી આત્મદશા એ ધર્મ છે. આસવ (કર્મ આવવાના પ્રકારો) બધા બંધ કરી દેવાય ને સ્વભાવસુખમાં જ એકતાન જામી રહેવાય એ વાસ્તવિક ધર્મ છે.
તમામે તમામ અનાત્મભાવો સાથેનું તાદાત્ય છૂટી જાય; એકમાત્ર આત્મભાવમાં જ તન્મય-તલ્લીન બની જવાય; ત્યારે આત્મા નથી કોઈ કર્મનો કર્તા રહેતો કે નથી કોઈ કર્મનો ભોક્તા રહેતો – રહે છે સાક્ષીમાત્ર.... આ ઘણી મહાન આત્મદશા છે.
આત્મભાવની આરાધના કરતી વેળાએ મને કર્મનડે છે માટે આરાધના અટકી છે' - એવું કહેનાર ગાઢ બ્રાંતિમાં છે. કર્મવાદની ફીલસૂફીના ગહનમર્મો એ સમજ્યો નથી. આત્મા જાગૃત બની રહે તો આરાધનામાં કોઈ કર્મ આડા આવી શકે એવી વસ્તુસ્થિતિ જ નથી.
દિલ કે દિમાગમાં કોઈ પદાર્થ વા ભાવોનું સ્મરણ ન હોય, ચિત્ત નિરવ-નિસ્તબ્ધ થઈઅ-મન જેવી અવસ્થા હોય; આખું અસ્તિત્વ શાંતિસાગરમાં ડૂબી ગયું હોય; કેવળ શુદ્ધચેતના વિલસી રહી હોય એનું નામ આત્મધ્યાન છે – વાણીથી કેટલું કહી શકાય?
છONS વૃત્તિઓ વિષયોમાં ભટકે છે ત્યાં સુધી જીવનું ભવરણમાં ભટકવાનું અર્થાત્ જન્મ-મરણ કરવાનું બંધ થવાનું નથી. વિષયોનો રસ જેમ જેમ મંદ થતો જાય તેમ આત્મવૃત્તિ પ્રગાઢ બને છે. આત્મવૃત્તિ પરિપૂર્ણ થઈ રહે ત્યારે જ ભવભ્રમણ પરિપૂર્ણ બંધ થાય છે.