________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૩૪૭
મન સ્વસ્થ અને વિધેયાત્મક બને એટલે એ ખોટા, ખરાબ કે આશંકા-કુશંકાના વિચાર કરતું નથી. બલ્ક દરેક બાબતમાં એ શુભ સંકેત જ નિહાળી રહે છે. જે થાય તે ભલા માટે” – માની મન પાર વગરની માઠી ચિંતવનાઓથી બચી જાય છે.
માઠી ચિંતવનાઓ દૂર થાય એટલે મગજ ઉપરની ખોટી તાણ પણ દૂર થઈ જાય છે. હૃદય ફૂલ જેવું હળવું અને પ્રસન્ન બની જાય છે. લોહીનું દબાણ સુસંવાદી બની જાય છે. સ્વસ્થ તન-મન હોય સાધક પ્રસન્નભાવે પોતાનું પરમપ્રયોજન સાધી શકે છે.
મહાનુભાવો! તમારે સર્વપ્રકારે સુખી સુખી થવું હોય તો ધ્યાનનો અભ્યાસ કેળવો. એના લાભો અપરંપાર છે. મારાથી ધ્યાન થઈ શકે નહીં એવા ભ્રાંત-પ્યાલો કાઢી નાખો. નાની આઠ વર્ષની બાલિકા પણ ધ્યાનનો અભ્યાસ સાધી એમાં નિપૂણ થઈ શકે છે તો...
ધ્યાનની. શરૂઆતમાં થોડી રુચિ કેળવવી પડે છે . પછી તો ધ્યાન દ્વારા જે ચિત્તની શાંતિ, પવિત્રતા. પ્રસન્નતા અનુભવવા મળશે એથી આપોઆપ એમાં ઉત્કટ રુચિ ખીલી જશે. ધ્યાન વિનાનું જીવન ઉજ્જડ વેરાન ભાસશે. ધ્યાનથી નવજીવન લાધ્યાનો અનુભવ થશે.
જ્ઞાન દ્વારા ધ્યાન વિકસિત થશે અને ધ્યાન દ્વારા જ્ઞાન વિકસિત થશે. જ્ઞાન-ધ્યાનના સથવારે તમે જે વિપુલ આત્મહિત સાધવા સમર્થ થશો એ ખરે જ અવર્ણનીય છે. તે મુમુક્ષુ ભવ્યાત્માઓ...! જ્ઞાન-ધ્યાન જ મુક્તિમાં મૂળહેતુ છે એ ભૂલશો નહીં.
કોઈ માનવી કેટલો પ્રગાઢ મૂઢ છે એ એને સ્વયંને સહપ્રાય: ખ્યાલમાં આવતું નથી. મોટાભાગે તમામ માનવી પોતાને પ્રાજ્ઞ અને પરમવિચારક જ માને છે. પોતાના વિચારોમાં કેટલી અવાસ્તવિકતાઅયથાર્થતા રહી છે એ એવું અવલોકન કરનાર કોઈક જ દેખી શકે છે.
મન ઘણું જ અટપટું, આળવિતરું અને અનાડી છે. ઘણો વિચિત્ર પદાર્થ છે એ. એની વાતો સાવ ખોટી જ હોય છે એમ નથી કહેવું– પણ એની વાતોમાં ઉતાવળથી કદી લેવાય જવા જેવું નથી. મનના પ્રત્યેક તરંગોનો તલસ્પર્શી અભ્યાસ કરવો ઘટે છે.