________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૩૪૯
જીવન કેટલું રહસ્યમયી છે...? એમાં જાણ્યું કરતા અજાણ્યું પારાવાર રહી જાય છે. અરે એના રહસ્યનો તાગ મેળવવા મથનાર પણ બહુ અલ્પ જ તાગ મેળવી શકે છે. ઉલ્ટુ જેમ જેમ તાગ મેળવવા મથો એમ એ અનંત ૨હસ્યમયી કળાતું જાય છે.
0
જીવન વિશે માનવી મનોમન સમીક્ષા કરે કે આ સાચું ને આ ખોટું...' ઠીક છે, પણ જીવનનું ગણિત ઘણું અકળ છે. ભૂલો કરીનેય માનવી મોંઘો અનુભવ મેળવે છેઃ નમ્ર બને છેઃ (પ્રાયશ્ચિત વડે) વિશેષ શુદ્ધ બને છે. ગંદા કીચડમાંથીય કમળ ખીલે જ છે ને ?
70
પ્રભુ ! આવડા મોટા વિરાટ જીવનમાં મેં તને કેટકેટલીય રૂડી ને રમ્યભવ્ય પ્રાર્થનાઓ કરી છે ? તું જાણે મારા હૈયામાં વિરાજતો હો એમ તારી સાથે અગણિત ગરવી ગોઠડીઓ મેં કરી છે... મારી જીગરની ગહનગંભીર પ્રાર્થનાઓ તું ભૂલી તો નહીં જ ગયો હો...
0
જીવની સ્થિતિ એવી મોહ મૂઢ છે કે ન રાચવાની જગ્યાએ એ પાર વગરનો રાચેલ છે. કેવી કેવી તુચ્છ બાબતોમાંય એ કેવી તીવ્રતાથી રાચે-માચે છે ! અને ખરેખર જ્યાં રાચવા જેવું છે ત્યાં એ તદ્દન નહીવત્ જ રાચેલ છે – આમા જીવનું મહાન ઉત્થાન થાય ક્યાંથી ?
0
ચિત્ત જ્યારે વિભાવરસના ચકરાવે ચઢયું હોય ને એથી અતિશય ડામોડોળ થઈ ચૂકેલ હોય ત્યારે એવી વેળાએ પરિણમન સુધારવાનો આયાસ કારગત નીવડવાનો સંભવ બહુ ઓછો છે - માટે એવો આયાસ કરવાને બદલે વિશ્રામમાં આવી સૂનમૂન રહેવાની જરૂર છે.
ઘણીવાર થોડા કાળ માટે સાવ શાંત-નિષ્ક્રિય થઈ જવાથી ડહોળાયેલું પરિણમન આપોઆપ સુધરે છે. પરિણામ સુધારવાનો આયાસ વ્યગ્રતા ઊપજાવે છે જ્યારે પ્રશાંત થઈ જવાથી મનનો મિથ્યા વેગઆવેગ ટાઢો પડે છે. એ પછી નિર્મળ સૂઝ ઉગવા અવકાશ બને છે.
0
ચિત્તવૃત્તિને ઠાર્યા પછી – પરમ ઉપશાંત કર્યા પછી – જે સાધના સંભવશે એ ખરેખર ઉત્તમકક્ષાની થશે. કેટલીક વેળા ચિત્તને કાબૂમાં લેવા જતા એનો ઉપદ્રવ વધી જતો હોય છે. ત્યારે ‘ઉપેક્ષાભાવ’ ધરી થોડો સમય એના ઉધામા શમવાની વાટ જોવી હિતાવહ છે.