________________
૩૪૬
સાધનાપથ અને આત્મજ્ઞાન
સંસારી જીવો જેમ પંચેન્દ્રિયના વિષયોમાં મગ્ન થઈ આત્મહિત સરાસર ચૂકી જાય છે તેમ આત્માર્થી જીવો આત્મહિતમાં મગ્ન થઈ પંચેન્દ્રિયના વિષયો સાવ ભૂલી જાય છે. વાત મહત્વની મગ્નતાની આત્મભાવમાં મગ્ન થવું કે અનાત્મભાવોમાં એ જ નિર્ણય કરવાનો છે.
અહાહા... આત્મસુખમાં મગ્ન થયેલા મહામુનિવરો સમસ્ત સંસારને એવા અનહદ ભૂલી જાય છે કે જાણે અનાદિકાળથી પોતે વિરક્ત ન હોયઃ જાણે અનાદિકાળમાં ક્યારેય સંસારસુખ અનુભવેલ જ ન હોય ને નિતાંત નિજાનંદની મસ્તીમાં જ નિમગ્ન હોય.
ભાઈ ! આત્માનંદમાં મગ્નતા જ મોહનો કેફ ઉતારી શકશે. એ મનતા જ સહજ-વૈરાગ્યનો પ્રાદુભાવ કરશે. શબ્દાદિ પાંચ વિષયનો વ્યામોહ અબ્રહ્મ છે. બ્રહ્માનંદમાં લીનતા લાવે તો અબ્રહ્મનો પરિહાર થવો સહજ સ્વાભાવિક છે. તો જ નષ્ઠિક બ્રહ્મચર્ય નિષ્પન્ન થાય છે.
70 આત્માનંદમાં ઓતપ્રોતાઓળઘોળ થઈ શકનારને બીજું કરવાનું શું છે ? – કશું જ નહીં. જે બીમાર નથી - સંપૂર્ણ સ્વસ્થ છે અને ક્યાં ઔષધની આવશ્યકતા ? બસ, સ્વાથ્ય બની રહે એટલું જ જોવાનું છે. સ્વમાં સ્થિત છે એ સ્વસ્થ જ છે ને સ્વસ્થ જ રહેવાનો છે.
સ્વરૂપધ્યાન આરંભાય કે તત્ક્ષણ એટલો બધો ગહન આનંદ ન અનુભવાય પણ જેમ જેમ ધ્યાનમાં ગહેરાઈ આવતી જાય – બીજા વિચારતરંગો મોળો પડવાથી આકુળતા જેમ જેમ અલ્પ થતી જાય – તેમ તેમ આનંદ દૈનંદિન ગાઢ-પ્રગાઢ થતો જ જાય છે.
આપણા દુઃખોનો ઘણો ખરો મદાર પરિસ્થિતિ પર નથી, પરંતુ મનોસ્થિતિ ઉપર છે. ખરૂં કહીએ તો બધો જ મદાર મનોસ્થિતિ પર જ છે. અમુક પરિસ્થિતિ હોય ત્યારે અમુક જ પ્રકારની મનોસ્થિતિ હોય એવો કોઈ નિયમ નથી. મનોસ્થિતિનો મદાર આપણી સમજણ ઉપર છે.
પરિસ્થિતિ બદલે વા ન પણ બદલે પણ ધ્યાન મનઃસ્થિતિને તો આમૂલ બદલાવી શકે છે. ધ્યાન મનને નિસ્તરંગ બનાવે છે. વ્યર્થ તરંગો વિદાય થતાં તન્ય આકુળતા પણ વિદાય થઈ જાય છે. અહાહા... ધ્યાન મનઃસ્થિતિ કેવી મંગળમય બનાવી શકે !!!