________________
૨૭૪ =
સાધનાપથ અને આત્મજ્ઞાન
હે સાધક ! આ વિચિત્ર જગતનો તારા પરત્વેનો વ્યવહાર ગમે તેવો સારો કે નરસો હોય પણ તું એ પ્રતિ પૂર્ણ ઉપેક્ષાવંત રહેજે... અંતરથી એવો પરમ ઉદાસીન અને અલિપ્ત રહેજે કે, જગતના કોઈ વ્યવહારનો પ્રતિભાવ મનમાં પણ ઊપજવા ન પામે.
કરમકરમ વદ્યા કરવાથી શું વળે ? કોઈપણ કાર્ય બનવામાં ઘણા કારણો કામ કરે છે એમા પુરુષાર્થ પણ એક કારણ હોય છે. જીવ ઉગ્રપણે પુરુષાર્થી બને તો આત્મકાર્યની સિદ્ધિ અવશ્ય થાય છે. માટે આત્મહિતમાં તો પુરુષાર્થને જ મુખ્ય કરવો.
અમીર, રાજા, મહારાજા કે ચક્રવર્તી હોય પણ હૈયામાં જો તૃષ્ણા જ ખદબદતી હોય તો એ ભીખારી જ છે. અને સાવ સાધારણ સ્થિતિ ધરાવનાર પણ જો સંતોષ ભરપૂર હૃદય ધરાવતો હોય તો એ અમીર છે – રાજરાજેશ્વર છે...
દેવો પણ બીજા વિશેષ-ઋદ્ધિવાન દેવોને જોઈને જલે છે. એવી ઋદ્ધિ મેળવવા તડપતા હોય છે. એ ન મળે તો ખેદ-ખિન્ન થાય છે. ખરે જ હેયામાં તૃષ્ણા ખદબદતી હોય તો એ દેવ પણ ભીખારી જ છે. સંતોષવાન જીવ જ ખરા અર્થમાંદેવ છે.
પરપદાર્થોમાં સુખ છે એવી ભ્રાંતિ જ્યાં સુધી પ્રવર્તે છે ત્યાં સુધી પરમાર્થથી નિગ્રંથ કહેવાતા નથી. મારૂં સુખ મારા નિજસ્વભાવમાં જ ભરપૂર રહ્યું છે. એ સિવાય ક્યાંય નથી. એવી નિઃશંક આંતરપ્રતીતિ જેને વર્તે છે તે ખરા નિગ્રંથ છે.
ચાહે તેવા અશુભ ઉદયો પણ... પ્રાજ્ઞજીવના અંત:કરણને ઝાઝું દુઃખીત કરી શકતા નથી. એ તો અશુભદયમાં પણ ઉજ્જવળ સમજણો ખીલવી ઉલ્ટા વધુ સ્વરૂપરમાતા સાધી જાણે છે. નવા કર્મો ન બંધાય એમ એ ભલીપેરે વર્તી જાણે છે.
જONS શુભ કે અશુભ સઘળાય ઉદયોને ક્ષણભંગુર જાણી, પ્રાજ્ઞજીવ એમાં લાબો રસ કદી દાખવતા જ નથી. તીવ્ર ઉદય વેળા એ તીવ્ર જાગૃત બની પોતાની સહજત્મસ્થિતિને જ વિશેષે જાળવી જાણે છે... તેઓ સુખ-દુઃખના ભોક્તા નથી પણ સ્વભાવના જ ભોક્તા છે.