________________
૨૯૮
સાધનાપથ અને આત્મજ્ઞાન
હાડાહયાનું પ્રતદાન ઝીલીને... સામેથી પોતે પણ એવી જ હેત-પીતની હેલીઓ વરસાવી જાણે એવા સુજનસાથી આ નગૂરાં સંસારમાં બહુધા સાંપડતા નથી. તોય એવા અનેક જીવનસાથી જેને સાંપડેલા એવા પુણ્યશ્લોકપુરુષો, નિસંગ થઈ નિજાહિતમગ્ન કેમ થયા હશે ?
એવી કોઈ સુપાત્રતા કે સંનિષ્ઠતા નિહાળ્યા વિના જ મોહાંધપણે જનમજનમના સાથના સ્વપ્ના જોનાર... સાચી મજા ઝંખી રહ્યા છે કે માઠી સજા ઝંખી રહ્યા છે એ ગહન કોયડો છે. મોહમૂઢ જીવો ગગનચુંબી ઈમારત ચણવા મથે છે – પાયામાં ગારો ભરી ભરીને !!!
વિમોહવશ જીવ મૂઢ બને છે અને પોતે જઈ રહ્યો છે એ માર્ગ નિર્ભય-નિ:શંક છે કે કેવા કેવા આત્મઘાતી ખતરાઓથી ભરેલો છે એ તલાસવું ચૂકી જાય છે. બિલાડી માત્ર દૂધને જ દેખી લટુ થાય ને ડંડો ઉગામી ઉભેલ શખ્સને જૂએ નહીં એવી જીવની દશા છે.
મોહવશ જીવ તલાભ પામવા ધસે છે ને હૃદયધન લૂંટાવી લ્હાય બળે છે... આ દુનિયા લેભાગુ ને લુંટારી ન હોત, નેક, ન્યાયી ને પ્રીતિવંત હોત.., આદાન પ્રદાનનું સમ્યગુ સંતુલન જાળવનારી હોત... તો ભરથરી જેવા ભવત્યાગ કરી ઓછા જ નીસરી જાત ?
ગુરૂ લુટારૂ અને શિષ્ય લેભાગુ... એવો ઘાટ ધર્મજગતમાં ય ઠેકાણે ઠેકાણે જોવા મળે છે ! તો સંસારીઓના સમાગમમાં તો એવો ઘાટ જોવા મળે એની શી નવાઈ ? પણ જ્યાં સુધી જીવ ઘણી ઠોકરો ન ખાય ત્યાં સુધી સંસારનું દંભીસ્વરૂપ એના ખાસ લક્ષમાં આવતું નથી.
70 જ્ઞાની પુરુષો સંસારીઓની પ્રીતને પારધીએ બીછાવેલી જાળની ઉપમા આપે છે. કદાચ આ અતીશયોક્તિ લાગે – વાત કડવી પણ લાગે – પણ વાતમાં વાસ્તવ તથ્ય છે એ કબુલવું જ રહ્યું... લુંટાયા - કૂટાયા પછી પણ બ્રહ્મજ્ઞાન ન લાવે એવા આપણે સત્ય શું સમજીશું?
મતલબી સંસાર મોટેભાગે – સ્વાર્થની બ્ર' થી ભરેલું – કૂડું હેત દાખવે છે. ગરજવાનને અક્કલ ન હોય એમ જીવ બેબૂધપણે એને જ રૂડું માની બેસે છે. કરુણતાની પરાકાષ્ટા તો એ છે કે નિષ્કામ હિતસ્વી એવા કોઈ જ્ઞાની પુરુષને ય જીવ પિછાણી શકતો નથી.