________________
૩૨૦
સાધનાપથ અને આત્મજ્ઞાન
મુમુક્ષુ સાધક કોઈએ ન આપેલી હોય એવી વસ્તુને કદી ગ્રહણ તો કરતા જ નથી, પણ એમ ગ્રહી લેવાની ઈચ્છા પણ કરતા નથી. માલિકની સંમતી વગર કોઈ વસ્તુ એ લેતા-વાપરતા નથી. કોઈનું કંઈ હડપ કરી લેવાની વૃત્તિ તો એનામાં સ્વને ય હોતી નથી.
મૂળ વાત તો એ છે કે.. મુમુક્ષુના મનમાં એક આત્માર્થ સિવાય બીજી કોઈ વસ્તુનું મૂલ્ય જ હોતું નથી. એથી તમામ ચીજો એને નિર્માલ્ય ભાસે છે. કોઈ આપે તોય લેવાનો ભાવ મહાપ્રાયઃ છે નહીં, ત્યાં વણઅપાયેલી વસ્તુ હડપ કરવાની વૃત્તિ તો મુદ્દલ ન જ હોય ને ?
જ્ઞાની કહે છે કે “જેનામાં લૌકિક ન્યાય-નિતિના ય ઠેકાણાં નથી એનામાં અલૌકિકપથની સૂઝબુઝ હોય એ ત્રણકાળમાં સંભવીત નથી. રે આત્મા માત્રને આત્મવતું જોનાર કોઈ આત્માનો દ્રોહ-દગો કરે એ તો સૂરજ પશ્ચિમમાં ઉગે તો ય બની શકે જ નહીંને?
અહાહા...! ખરે જ વિશ્વાસઘાત જેવું વિકરાળ કોઈ પાપ નથી. મહાપુણ્યોદયે મળેલા ઉત્તમ સંબંધો જેણે કદરદાનીથી જાળવી જાણેલ નથી અને આપસમાં દ્રોહ કરેલ છે એ કુદરતના મહાઅપરાધી છે. ભાવી અમાપકાળાપર્યત એ ઉત્તમ સાથી-સંબંધી પામનાર નથી,
હે નિષ્ઠાવાન સાધક સુનિશ્ચિંત રહેજે... ક્યારેક તો જરૂર તને તારી પ્રાથેલી મહાન મંઝીલ મળશે જ. તારા પથના તિમિર તમામ અદશ્ય થશે ને વિમળ ઉજાસ પથરાશે. તારી તમામ મુંઝવણનો જરૂર અંત આવશે ને સર્વ પ્રકારે સર્વોત્કૃષ્ટ સમાધાનને તું પામીશ.
હs નિષ્ઠાવાન સાધકને પરમ ન્યાય આપવા નિસર્ગના તમામ બળો કાર્યરત છે. સાચી નિષ્ઠા કદિયેય નિષ્ફળ જતી નથી. નિબિડ ભવરણમાંથી જે શીઘ ઉગરી જવા જ ચાહે છે જેને એકમાત્ર નિર્વાણનો જ ઉદેશ છે એનું હોનહાર ખૂબ જ રૂડું છે – ખૂબ જ રૂડું છે.
પ્રભુ, મારી આજપર્વતની અગણિત ઉપાસનાઓ બધી જ અધુરી ને સદોષ છે – એમાં શુદ્ધિ અને વૃદ્ધિની અપાર આવશ્યકતા છે. મારા જેવો સુદ્ર ને પામર આવું વિરાટું કાર્ય કરી શકનાર નથી. તું કરુણા કરને જીવન સાધનાને તદ્દન નવો જ ઓપ આપ.