________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૩૨૧
પ્રભુ, સ્વના અને સમષ્ટિના સંતુલીત ચરમ ઉત્કૃષ્ટ શ્રેયના મારા પરમ ઉદ્દેશને ભૂલીને હું ક્યારેય કોઈ ઉન્માર્ગે ચઢી ગયેલ હોંઉ તો અંત:કરણથી ક્ષમાવું છું. પ્રભુ, મને સદાય પરમપ્રયોજનસાધનામાં જ રત રહેવાનું મનોબળ તું આપજે.
આમ જોઈએ તો વર્તમાન માનવજીવનમાં મહેફિલ મહેફિલ જામી છે. આજ મહેફિલના અપૂર્વ સાધનો ઉપલબ્ધ છે. પણ, અહહા, તદર્થ માનવહૃદયની પાત્રતા અર્થાત અત્યન્ત આવશ્યક એવી સંયમશીલતા – વિવેકપરાયણતા કેટલી અલ્પ થઈ ચૂકી છે ?
નાથ ? ખોટું ચિંતવન ઘણું કર્યું છે... વ્યર્થ વિચારોની ઉડ્ઝનમાં અટવાયને અકારણ અંતરાત્માને દુઃષીત-દુઃખીત પણ પારાવાર કરેલ છે... મન એવું વિચિત્ર જાતનું છે કે વ્યર્થ વલોપાતો છેડી છેડી... અકારણે આત્માની શાંતિ-સમાધિ ડહોળી નાખે છે.
જહs મિથ્થા ડર પણ કેટલો માઝાહીન ભર્યો છે માનવમનમાં.. એ નિર્દોષ એવા નુત્તનસુખના માર્ગે જતા પણ ડરે છે ! આ અજ્ઞાત ભય કોણે રોપેલ હશે ? શું આમ જ ડરીને એ મહાન મંઝીલથી દૂર ને દૂર જ રહેશે ? રે તો તો અનંત તૃપ્તિ અને મુક્તિ એ કેમ કરી પામશે ?
નાથ ! મેં જાણે અજાણ્ય – ચિંતવનામાં પણ ન્યાયમાર્ગની અવગણના કરી હોય તો ભીનાશ્રદયે ક્ષમાવું છું. કોઈનું હિત ઘવાય એ રીતે મારું હિત કે મારું હિત ઘવાય એ રીતે કોઈનું હિત હું સાધવા માંગતો નથી. પ્રભુ મને સ્વપરનું સંતુલીત શ્રેયઃ સધાય એવી પ્રજ્ઞા આપો.
જીવ અભાગીયો ક્યારેક કેવી લુક ચીજ માટે લાલાયત થઈ ભીખારાવેડાં કરે છે ! તુચ્છ વસ્તુમાં એ સ્વર્ગભાળે છે ! અહાહા... ? સમ્રાટનો પુત્ર પોતાની ઓકાત ભૂલીને જેની તેની પાસે સીગારેટ માંગે તો એ જેવું નિંદ્ય છે, એવી નિંદ્યદશા છે આ જીવની.
અસંયમના કારણે આજ માનવગણ અતિ કમજોર થયેલ છે. એના અરમાનોનો પાર નથી – પણ, અસંયમના કારણે તૃપ્તિથી હજારો માઈલ દૂર છે. સંયમ યથાયોગ્ય પ્રમાણમાં ન હોય તો માનવી સમ્યગ્ન પ્રકારે ભોગવી ય શકતો નથી એ હકીકત છે.