________________
૩૨૨
સાધનાપથ અને આત્મજ્ઞાન .
માનવીને એની ઊંડી ભૂલચૂક સુધારનાર કલ્યાણમિત્ર જો મળે તો એ ઘણું મોટું સદ્ભાગ્ય છે. સાધારણતઃ જીવને પોતાની ભૂલ બતાવનાર ગોઠતા નથી. – પણ જેને ભૂલ બતાવનાર રુચે છે એનું હોનહાર ખરે જ રૂડું છે. એવા જીવો જ આધ્યાત્મિક વિકાસના અધિકારી છે.
હું કહું તેમ બીજાએ ચાલવું જ જોઈએ એવો આવેશ એ દ્વેષનો બાપ છે. – એ મોટો અધર્મ છે. સર્વ જીવની સ્વતંત્રતા પ્રસન્નતાથી સમત કરી મધ્યસ્થતા ધારવી જોઈએ. કદાચ પોતાની સાચી અને અત્યન્ત હિતકારી વાત પણ કોઈ ન માને તોય સમભાવ જાળવવો ઘટે.
એવું શું છે કે જે મેળવ્યા વિના આખી દુનિયા મળે તો પણ નિરર્થક છે ? એવું શું છે કે જે મળ્યા વિના અનંત પુરુષાર્થયુક્ત એવી ધર્મસાધના પણ સાર્થક નથી ? કઈ એવી પાયાની ભૂલ છે કે જેના કારણે શાશ્વત નિર્દોષ દશા ઉદ્દભવતી નથી ?
માત્ર અધર્મથી બચી જવું એટલો પરિસીમિત અર્થ ધર્મનો નથી. ધર્મનું ઘણું મહાન વિધેયાત્મક સ્વરૂપ પણ છે. વસ્તુનો સ્વભાવ તે વસ્તુનો ધર્મ'- એ ન્યાયથી આત્માના સ્વભાવને ઉઘાડે-ખીલવે. પ્રફુલાવે.વિકસાવે એનું નામ ધર્મ છે.
આંતરચાથી યથાતથ્ય અવલોક્યા વિના, ઓથે ઓધે થતી બધી જ શ્રદ્ધા અંધશ્રદ્ધા છે. દેખતી શ્રદ્ધા કોને કહેવી અને અંધશ્રદ્ધા કોને કહેવી એ ગહન ગવેષણાનો વિષય છે. અલબત, પોતાની શ્રદ્ધાને અંધ કહેવા કોઈ તૈયાર નથી. પણ – .
કેટલાય તત્વજ્ઞાનીઓની અસર આ જીવન ઉપર થઈ છે... ત્યારે જીવન કંઈક પશુતામાંથી બહાર આવેલ છે. જીવનમાં જે કાંઈ સુખ-ચેન-શાંતિ-સંતોષ-સમાધિ છે એ કોઈ દુન્યવી પરીબળોનો પ્રતાપ નથી પણ પરિસેવેલ તત્વજ્ઞાનનો જ રૂડો પ્રતાપ છે.
@ s હે નાથ ! સુગમ રાહ મૂકી કઠોર રાહે ચાલવું પડે તો મને મંજૂર છે. પણ, પરમ ઉદેશની સાધનામાં સતત આગળ વધવાની મારી પ્રાણત્કઠા છે. પરમ ઉદ્દેશની પૂર્તિ અર્થે જે કાંઈ કરવું પડે તે કરવા: જે કાંઈ ત્યાગવું પડે તે ત્યાગવા હું તૈયાર છું.