________________
૩૨૪
સાધનાપથ અને આત્મજ્ઞાન
ખરું કહો તો... જીવને વીતરાગી શાંતિનો કોઈ પરિચય જ નથી ત્યાં વીતરાગરૂપ થવાની અનન્ય આકાલાં ક્યાંથી એનામાં પ્રજવલીત બને ? આત્માનુભવ વિના આત્મધ્યાન જામે નહીંને આત્મધ્યાન વિના વીતરાગી શાંતિનો પરિચય થાય નહીં.
શાની જેટલી ઊંચાઈએ ન પહોંચી શકો તો ય જ્ઞાનીની અદેખાઈ કદી ન કરજો. એમના નિર્માઠિપણાની નિર્મળદીલથી પ્રશંસા કરજો. એમના નિજાનંદને દેખી પેખી દીલથી પ્રસન્ન થજો. એમની ઉભરાતી આત્મસ્તિની અંતરથી અનુમોદના કરજો.
જ્ઞાની કહે છે તું વિચાર કર તો પામીશ. ડી વિચારણા જામવી જોઈએ, વિચારણાઓ કરી કરી ને... અગાઉ જે દુન્યવી પદાર્થોને મહા મોટું મૂલ્ય આપેલ છે તે અંગે ફરી નવો નિષ્કર્ષ સાવવાનો છે. દૂન્યવી પદાર્થો વિશે સારાપણાનો જે પૂર્વગ્રહ છે એ તોડવાનો છે.
સમજણનો વિપર્યાસ ટાળવાનું કામ ઊંડી વિચારણા કરે છે. વિચારણામાં જેમ જેમ ગહેરાઈ આવે – ગંભીરતા વધે – એમ એમ ગાઢ વિપર્યાસો પણ વિદાય થવા લાગે છે.ગહનવિચારક સાધક સદેવ પાર વિનાની બ્રાંતીઓથી મુક્ત થતો જાય છે.
કર્તવ્ય અને અહંકારને – રાત્રી અને તિમિર – જેવો જ નાતો છે. અહંકાર રહીત કર્તવ્ય ઉદ્દભવે એ ઘણું દુઃસંભવ છે. અહંકાર કર્તવ્યને અને કર્તવ્ય અહંકારને બળ આપે છે. કેવળ સ્વપરહિતાર્થે જ કોઈ કર્તવ્ય થાય એ ઘણું ઘણું દુઃસંભવ છે.
શાનીની નિર્મળદષ્ટિએ જેમાં કંઈ માલ નથી દેખાતો એમાં જીવ કેમ માલ દેખે છે ? જ્ઞાની તો સ્પષ્ટ રીતે જાણે છે કે કોઈપણ સ્થાને મોહાવું એ આત્મધન ખોવા બરોબર છે. આત્મહિત સિવાય ક્યાંય દિલ આપવા જેવું નથી.
જઈs ભાઈ દુઃખને દૂર કરવા થતાં આર્ત રોદ્ર-ધ્યાન એ ઘણાં નવા દુઃખને નોતરે છે. એના વલખાં દુઃખને દશગુણું વધારી મૂકે છે. દુઃખમાંથી છૂટવા મથવા કરતા દુઃખને દીલેરીથી અપનાવી જાણો... તો દુઃખ એટલું તીવ્ર નહીં રહે પણ સહ્ય બની જશે.