________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૩૩૯
નારી એક પ્રબળશક્તિ છે – પણ વિમાર્ગે ચઢી ચૂકેલ છે. અલબત પુરુષ પણ વિભ્રાંતિના વમળમાં જ અટવાય ચૂકેલ છે. નારી પ્રેરણામૂર્તિ બની શકે – પણ કોઈ વિરલ નારી... બાકી તો એ સ્વયં જ સુદ્ર
વાતોમાં અટવાયેલ હોય ત્યાં !!
10
આત્મબળ ગુમાવી બેઠેલો આજનો માનવી ભીતરથી ઘણો કમજોર બની ચૂકેલ છે. એને મંછા છે મેરૂપર્વતની ટોચે વિરાજવાની – પણ પંગુતા એવી પારાવાર દુનિર્વાર છે કે... આટલું બધું આત્મબળ એ કેમ ગુમાવી બેઠેલ હશે ?
પોતાના જ આત્માનો – પરમ આત્માનો – મહિમા... પોતે જ ભૂલેલ છે. – અને હું વામન, હું કંગાળ. હું કર્માધીન... એવા એવા જૂઠા ખ્યાલોમાં અટવાય ગયેલ છે. આથી આત્મગૌરવ ભૂલી એ અત્યંત ક્ષુદ્રભાવોમાં રાચી-માચી રહેલ છે.
ર
અંતરની ગૂઢ ઉલઝનોમાંથી આત્મદેવને - આત્મદેવ સિવાય - બીજો કોણ ઉગારે ? કોઈ બીજો પરમાત્મા નથી કે જે અંતરના પ્રતિપળના ધબકારને સાંભળે, જ્ઞાનીઓ કહે છે કે ભાઈ, તારો પરમાત્મા - તારો નાથ તું સ્વયં જ છો. તું જ સ્વયં જાગી સ્વયંને ઉગાર'.
F
પાયા વિનાના તોતિંગ મહેલો ચણવાનો કોઈ અર્થ નથી. સાધનામહેલનો પાયો સમ્યજ્ઞાન છે. પાયો સમજણની સચ્ચાઈ છે. માટે સમજણ પૂર્ણ ખીલવી કોઈ પણ અરમાન કરતાં પહેલા એની યથાર્થતા - અયથાર્થતાનો અને હિતકારીતાનો નિર્ણય ક૨વો ઘટે.
70
ભાઈ ! આત્માની વેદના ઘણી અમાપ મહાનમાં મહાન વસ્તુ છે હોં. જીવનનું ખોયેલ સાફલ્ય - ખોયેલ અનંતમાંગલ્ય - ઉપલબ્ધ કરવા આત્માની ચચરતી ઉત્કટ વેદના આવશ્યક છે. ગહનગાઢ વેદના પ્રજ્જવળે તો જ પૂર્ણપુરુષ થવાના અરમાન ફળી શકે.
બ્રહ્મચર્ય એટલે રાગ-અનુરાગના તીવ્ર-મંદ તમામ વિકલ્પથી બચવાનું છે. માત્ર સત્વનું સ્ખલન ન થાય તેની દરકાર એટલો મર્યાદિત અર્થ બ્રહ્મચર્યનો નથી. તમામ રાગચિંતનોથી બચી; વીતરાગીસ્વભાવમાં વાસ કરવો એનું નામ નૈખીક બ્રહ્મચર્ય છે.