________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૩૦૭
-
શુભાશુભ પ્રવૃત્તિઓના હિંડોળમાં જીવ આમથી તેમ ઝોલાં ખાય છે, પણ સર્વકર્મથી રહિત એવી શુદ્ધદશાનો એને સુલ પરિચય જ નથી... ખરે જ સર્વકર્મના આસ્ત્રવથી રહિત હોય એવી 'અબંધદશા' કેવી અદ્ભૂત ને અલોકીક છે એનો જીવને પરિચય જ નથી.
રત્નચિંતામણી તૂલ્ય એક એક પળ આ જીંદગીની – એનો શું શું સદુપયોગ કરવો એની ઘણાં મૂઢ એવા આ જીવને સુધબુધ જ નથી. જીવનમાં સાચું શું ચૂકાય ગએલ છે – સાધનાની કઈ પરમવિધિ સૂકાય ગયેલ છે – એનો જીવને કોઈ શોચ-વિચાર નથી.
ભીષણ કરમો બાંધવા માટે કંઈ જીવને લાંબા સમયની જરૂરત છે એવું નથી. એક ક્ષણમાં અરે ક્ષણામાં એવું ગાઢકર્મ બંઘાય કે જે વર્ષો વીત્યે ય ન બંધાય. એક પળમાં માનવી જીતની બાજી હારમાં કે હારની બાજી જીતમાં પલોટાવી શકે છે.
અહા..હા. રાગાદિ આવેગની એક પળમાં, કોડો વષોનું પાળેલું સંયમ પણ ફળશૂન્ય થઈ જાય છે. – શુન્યવત્ થઈ જાય છે... અનંતની યાત્રાએથી જીવ પાછો પડીને... ન માલુમ... ક્યાં નો ક્યાંય ફેંકાય જાય છે. અંતહીન વિનિપાત થઈ જાય છે.
ગુણસ્થાનકના અગીયારમાં સોપાન જેવી પરમોચ્ચે દશા પર આરૂઢ થએલ જીવ પણ પતન પામે ને
ન માલૂમ... ક્યાં ફેંકાય રહે એવી વિશ્વસ્થિતિ હોય; આ જીવે કેટકેટલા જાગરૂક થવાનું છે ને સતત સર્વજ્ઞદશા પર્યત જાગૃતિ ટકાવી રાખવાની છે.
મોહની આંધી ઉઠે ને અંતઃકરણમાં વિવેકનો દીપ ટકાવી રાખવો અત્યંત મુશ્કેલ બની રહે એવી વેળા તો ગદ્ગદ્યે પરમાત્માને પ્રાર્થવા એજ શ્રેષ્ઠ ઉપાય જણાય છે. પોતે પામર કંઈ જ્ઞાનપુરુષાર્થ કરી શકે એમ નથી એવા ભાનપૂર્વક ભક્તિ થવી ઘટે.
વીતરાગનો માર્ગ તો અનંત પવિત્રતા સાધવાનો માર્ગ છે. આત્માની અવિરત પરિશુદ્ધિ સાધતા જ રહેવાનો આ માર્ગ છે. પરિપૂર્ણ નિર્દોષ ન થવાય ત્યાં સુધી જરાય જેપીને ન બેસવાનો આ માર્ગ છે. નાનો પણ દોષ હયામાં તિક્ષ્ણ શૂળ માફક ખૂંચે એ આ માર્ગ છે.