________________
૩૧૨
સાધનાપથ અને આત્મજ્ઞાન
ભાઈ.! પરપદાર્થમાં પોતાનું સુખ કલ્પવું એના જેવી કરપીણ ભૂલ બીજી કોઈ નથી.જીવ જો ઈચ્છાઓથી મુક્ત થાય – તમામ ઈચ્છાઓથી વિરામ પામી રહે – તો હૃદયમાં જે સંતોષ-શાંતિ-સમાધિ ની સરવાણીઓ ફુટે એનાથી જીવ તરબતર બની જાય.
મમતાને અળગી કર... હે મુગ્ધ જીવ... મમતાને અળગી કર. મમતાને માર્યા વિના અંતરવૃત્તિ થવી અત્યંત દોહ્યલી છે. અંતવૃત્તિ થયા વિના આત્મદર્શન લાધવું દોહ્યલું છે; અને એ વિના અપૂર્વ આત્મસ્થિરતા અને આત્મરણિતા પણ ક્યાંથી લાવે
મમતા માત્રને મૂકીને.., આત્મરમણ થએલા મુની એવી ગહનગાઢ સુખધારા વેદતા હોય છે કે સુરલોકના સર્વોચ્ચ કક્ષાના સુખ પણ એની બરોબરી કરી શકતા નથી. જેટલી આત્મસ્થિરતા અવગાઢ એટલી સહજ સુખની ધારા પણ પરમ અવગાઢ લાવે છે.
અનિ... કે જેમને સંસાર અને મોક્ષ પ્રત્યે પણ શુદ્ધ સમભાવ વર્તે છે. એમને જગતના કોઈયેય ભાવો પરત્વે તો પસંદગી-નાપસંદગી રહેવાનો સવાલ જ ક્યાં છે? પસંદ હોય તો એક માત્ર આત્મા પસંદ છે એ સિવાય સર્વ સંયોગો પ્રત્યે મધ્યસ્થભાવ છે.
ચા..રો. સાધક, નવા કોઈ કર્મનું બંધન થાય એવી એકપણ વૃત્તિ-કૃત્તિ સેવવા ઈચ્છતો નથી. અશુભની તો વાત ક્યાં પણ ઉત્કૃષ્ટ એવા શુભકર્મના પ્રલોભથી એ પર હોય છે. એની સર્વ સાધનાનો ઉદ્દેશ પૂર્વકૃતની નિર્જરાનો જ હોય છે. કોઈ કર્મબંધનો નહીં.
કોઈ કર્મ કરવું પડે તો ફળાકાંક્ષાથી રહિતપણે કરવું એમ કહેવાય છે પણ વર્તમાન ધર્મજગત ફળાકાંક્ષાથી જ કેટલું બેહદ ઘેરાય ચૂકેલ છે? પ્રાયઃ પ્રત્યેક સત્કર્મ ફળાકાંક્ષાથી જ અભડાયેલું જોવા મળે છે. આ પણ વાસનાનો જ વિસ્તાર છે ને?
ખરે તો ઈચ્છા-કામના-વાસનાથી વિમુક્ત થવા ધર્મ છે – એના બદલે ધર્મના મીષે જ વાસના-લાલસા બેસુમાર બહેકી જાય એવું બને તો તો...!! ભાઈ સુખ ઈચ્છા-આકાંક્ષાની વૃદ્ધિમાં નથી તૃષ્ણાના તોફાનમાં નથી. એ તો નર્યું દુઃખ છે.