________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૩૧૫
પરમાત્મા સાથે એવા તન્મય બની જવાય કે પોતાના વિકારી સ્વભાવનું સ્મરણ પણ વિસરાય જાય. - પોતે જ પરમ નિર્વિકારમૂર્તિ છે એવું મહેસુસ થવા માંડેને સ્ફટિકરત્ન જેવી સદાનિર્મળ પોતાની મૂળ જાત પ્રગટ અનુભવમાં તરવરી રહે
ભા..ઈ..તને વારંવાર સમજાવીએ છીયે કે તારે નેકીપૂર્વક આત્મોત્થાન જ કરવું હોય તો એની નિધિત વિધિ છે. એ તું જાણ, વિધિ સમજયા વિના પાર વિનાના પ્રયાસો પણ નિષ્ફળ જ જશે. ને વિધિવડે કાર્ય તાજુબ થવાય એવી આસાનીથી થશે.
જીવન ખતરનાક દુરાગ્રહ ઈ છે કે એ પુરુષાર્થ તો પ્રચંડ કરવા માંગે છે પણ પોતાની મનમાની રીતે ને યથાર્થ ઉપાય જાણ્યા વિના જ ! ધર્મજગતમાં પુરુષાર્થ કરનારા ક્રોડ છે . પણ, ગુરુગમથી યથાર્થવિધિએ પુરુષાર્થ આદરનાર તો કોઈક વિરલા જ છે.
ભવતૃષ્ણાથી ભલીપેરે વિમુક્ત થવું કેમ ? એ ભારી સમસ્યા છે. તૃષ્ણાને લીધે જ સંસાર છે ને તૃષ્ણા શમે તો સંસાર શમી જાય એવું છે. પણ આધ્યાત્મિક સુખ-શાંતિ-સમાધિનો સાક્ષાત અનુભવ થયા વિના તૃષ્ણા શમવી સંભવ નથી.
સંસાર વિષયક સમસ્ત કલ્પનાઓને... કલ્પનાની ખડી કરેલ વિરાટ-સૃષ્ટિને... એક જ ધડાકે તોપના ગોળે ઉડાવી દેવા જીવ તૈયાર થઈ શકે તો મનાય કે એણે આત્મિકસુખ જાણું માર્યું છે. એ વિના કોઈ પોતાને પ્રભુ કે પયગંબર મનાવે તો એ નરી આત્મવંચના સિવાય કશું નથી.
મહાવીરની સાધનાનો મૂળભૂત ઉદ્દેશ તો કર્મની પરિપૂર્ણ નિર્જરાનો છે. સકળકર્મથી સરિયામ વિમુક્ત એવી શુદ્ધ-ચૈતન્યદા' શીઘતિશીવ્ર પામવા અર્થે એ સાધના છે. કોઈ કર્મનો આશ્રવ કરવાં નહીં કિન્તુ તમામ કમીશવ થતાં રોકવા સાધના છે.
-DOS જિનના માર્ગનો મર્મ સમજેલા કોઈ કોઈએય કર્મ બાંધવા ઉત્સુક હોતા જ નથી. આ માર્ગ સંવરનો અર્થાત્ કર્મ ઊપજતા રોકવાનો કર્મબંધનથી અટકવાનો માર્ગ છે. કઈ એવી પરમનિર્લેપ ચૈતન્યદશા ખીલવવામાં આવે તો કર્મબંધન રહિત થઈ શકાય ?