________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૩૧૭
આત્મધ્યાનમાં ડૂબી - આસ્વાદ લઈ - જીવ સહેલાઈથી તાગ પામી શકે છે કે મુક્તાવસ્થામાં કેવું અપ્રતિમ સુખ છે. ભાઈ મોક્ષની વાતો માત્રથી કંઈ નહીં વળે... એક જ ઈશારો જો લાધી જશે... જરાક નમૂનો જો જોવા મળશે... તો જીવ અનહદ દીવાનો આશક બની જશે.
અનુભવયોગી અને શુષ્કજ્ઞાનીમાં તફાવત આ છે :- અનુભવજ્ઞાની આસ્વાદ લઈ લઈને બોલે છે. એની વાણીમાં સચ્ચાઈનો રણકાર છે... જ્યારે શુષ્કજ્ઞાની શબ્દોના સાથિયા પૂર્વે જાય છે પણ આંતરસંવેદન એવું સૂરીલું ન હોવાથી વાણીમાં સહુનો રણકાર નથી.
ભાઈ. અનંતગણી મજા અનુભવમાં છે – વાતોમાં નહીં. વાતો કરવાનું બંધ કરી પહેલા અનુભવ પામવા એકલીન થા. અનુભવની ઝલક પછી... કરુણાથી થોડું બોલવું થશે તો એય પસંદ નહીં હોય. મૌનના અનંત ઉદધીમાં ડૂળ્યા રહેવાનું દિલ બની જશે.
વાચકમાં અનંતની યાત્રા ખેડવાના ગહનમધુર અરમાનો જગાવી શકે તો આ ગ્રંથ લખ્યો સાર્થક માનું છું. ખેર મારી ગુંજાયશ કેટલી ? કોડભરી કન્યાના હૃદયના પીયુમીલનના જેવા અરમાનો અહર્નિશ ઉછળતા હોય છે એવા ચેતન્યમીલનના ગહનમધુર અરમાનો...
ભટકેલ માનવજાતને જરૂર છે એવા અધ્યાત્મયોગીપુરુષની... જે એની સુષુપ્ત ચેતના પરિપૂર્ણ જગાવી શકે અને એ પૂર્ણચતનાનું ચૈતન્ય સાથે સાયુજય કરી આપે. માનવ ચાહે તેવા ઉત્કૃષ્ટ ભોગથી નહી પણ યોગથી જ અનંતતૃપ્તિ પામી શકશે.
આ લખું છું ને સમય પણ થંભી ગયો માલુમ પડે છે. મારા હૃદયમાં જે ગહન પ્રશાંતિ છે એનો હૂબહૂ અનુભવ વાચકને પણ કરાવવા હૈયું થનગને છે... પણ વાચક જ્યાં સુધી અનુભવ સાધવા સંનિષ્ઠ પ્રયત્નશીલ ને સઘન પિપાસાવંત ન બને ત્યાં સુધી...?
મોક્ષ અર્થાત આત્માની પરમશુદ્ધ દશા... મોક્ષમાં અનંત સુખ છે એવું દેવા માત્રથી એની અનંતશ્રદ્ધાપ્રતીતિ નહીં ઉદ્ભવી શકે. તદર્થ સમસ્ત સંસારનું વિસ્મરણ કરી સહજાત્મભાવમાં તરબોળ થવું રહેશે. જીવ અભ્યાસ કરે તો અવશ્ય સફળ થશે.