________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૩૧૧
તમે મનથી તાદાત્મયતા તોડીને અર્થાત્ ભિન્ન પડીને ખેલ જોનાર તરીકે રહો. માત્ર તમારી ભિન્નઅસ્તિ ભાનમાં રાખોઃ તો એ ખેલ જોતા જોતા જ તમે પ્રબુદ્ધ થવા લાગશો. મનના કાવાદાવા તમારા ખ્યાલમાં આવે – સચોટ ખ્યાલમાં આવે એ જરૂરી છે.
મનને તમે ઓળખી લેશો એટલે આપોઆપ એના કારસ્તાન ઘટવા લાગશે. તમારૂં જ બળ મેળવી મેળવી મન બહેલું છે. તમે મનને ઓળખી એનાથી ઉદાસીન થશો તો મન મોળું પડી જશે... એના વેગ-આવેગ-ઉદ્ગ ના પૂર ઓસરવા લાગશે.
તમારે મનોબળના આશ્રયે નહીં પણ આત્મબળથી જીવવાનું છે. મને તો તમારો મુનીમ છે સ્વામી તમે પોતે જ છો. સ્વામીની નજર સાવધ બને એટલે મુનિમના ગોટાળા તો ક્યાંય ગાયબ થઈ જાય. ઝાઝું શું કરીએ ? મનને સાધવું એ જ મહાસાધના છે.
અંતઃકરણમાં સમ્યગુ જ્ઞાન-ભાન કે સમ્યફ સૂઝ-બૂઝ ઉઘડ્યા વિના કોઈ વાસ્તવાર્થમાં સ્વતંત્ર થઈ શકે એ સંભવીત નથી. જેણે પોતાના સુખનો મદાર બીજાના આશ્રયે કલ્પેલ છે. મારું સુખ પર વડે છે એવી જેને ભ્રાંતિ ટળી નથી એ પરમ અર્થમાં સ્વતંત્ર કેમ થઈ શકે ?
સ્ત્રી-ધન-પ્રતિષ્ઠા ઈત્યાદિ મનધાર્યા પદાર્થો મળે તો હું સુખી થઈ શકું—એવો ખ્યાલ ધરમૂળથી ખોટો છે. ભાઈ ? એ ખ્યાલ ધરાર મિથ્યા છે. કશા પણ જોગ-સંજોગ વિના, આ જ પળે તું સુખી થઈ શકે છો – પરમ સુખી થઈ શકે છો. બ્રાંત-પ્યાલો તજી શકે તો.
કલ્પનાથી તું જે જે વાંછીત પદાર્થોની ઉપલબ્ધિ વડે જંગી સુખની ધારણા કરે છો,, એ પદાર્થ ઉપલબ્ધ થઈ જાય તો બહુ જ અલ્પકાળમાં એના મૂલ તારા હૃદયમાંથી ઓસરી જશે... અને વળી તું નવા જ પદાર્થોની એવી જ દુરાશા સેવતો થવાનો છે.
ઉપલબ્ધ સંયોગો કરતાં ઉપલબ્ધ નથી એવા સંયોગોનું જ મૂલ્ય મનને પારાવાર હોય છે. ઉપલબ્ધનું મૂલ્ય તો બે ચાર દિવસમાં જ નગણ્ય થઈ જાય છે. કલ્પનામાં જેને કામદેવ જેવા કે રતિ જેવા માણેલ હોય એ જો લબ્ધ થઈ જાય તો કોડી જેવા થઈ જાય છે.