________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૩૦૫
જેની ચેતના અ.વિ..૨..... સમભાવમાં જ ઝબોળાયેલી રહે છે અને મને જગતના સુખો સાવ ફિક્કા બની જાય છે ને દુઃખો ય નગણ્ય થઈ જાય છે. જગતના તમામ ભાવોનો એ તટસ્થષ્ટા બની રાગદ્વેષ-ક્લેશ ઇત્યાદિથી અલિપ્ત થઈ જાય છે.
જીવ વાતો ભલે અધ્યાત્મની કરે અને વિચારણા પણ અધ્યાત્મવિષયક કર્યા કરે... પણ આત્માની ઉન્નતિનો ખરો મદાર તો એના મનમાં ગૂઢપણે શેની રુચિ છે એના ઉપર જ છે. એ રુચિનું પરિશોધન-પરિવર્તન કરવા તો અગાધ ગહેરી સમજણ ખીલવવી પડે છે.
સમજણ પહેરી શી રીતે થાય ? ગહન પ્રીતિથી સત્સંગ કરવા વડે – તથા – જેટલા બને તેટલા અંતર્મુખ બની ઊંડી તત્વવિચારણા અને તત્વસંશોધન કરવાથી સમજણમાં ધીમે ધીમે ગહેરાઈ આવે છે. છીછરાં પ્રયત્નો કારગત થતા નથી. જેમ બને તેમ ઊંડાણ જોઈએ.
ઉપરટપકે જ દરેક વિષયને ગ્રહવાની આપણી દઢ આદતના કારણે કોઈ વિષયની તળસ્પર્શી ગહેરાઈમાં આપણે જતા જ નથી. ઘણાં વિષય ભલે ન ખેડીએ – પણ કોઈ એક વિષયના તળીયાં સુધી પહોંચવા ધીરપણે પ્રયત્ન કરીએ તો ઘણી સુક્ષ્મપ્રજ્ઞા ખીલી શકે.
મનના ગહન પ્રવાહોનું ઝીણવટથી અવલોકન કરનારને જ ખ્યાલ આવે છે કે ત્યાં શેની આસક્તિ પડી છે. જીવ ભ્રમમાં હોય છે કે મને તો અધ્યાત્મની જ રુચિ-પ્રીતિ છે. પણ મનના પ્રવાહનું સ્થિરપણે અવલોકન કરે તો જ ખ્યાલ જાગે એવું છે કે ભીતર શેનો રસ છે.
વાતો અને વિચારણાઓ આત્મા સંબંધી હોય, પણ મનમાં સંગૂઢપણે અનાત્મભાવોની જ રુચિ રહેતી હોય તો કહેવાની જરૂર નથી કે જીવની ગતિ શી થાય, આત્મા સ્પષ્ટ અનુભવનમાં ન આવે ત્યાં સુધી આત્મરુચિ સંવેદાય કે અનાત્મરુચિ ઓસરે એ દુઃસંભવ છે.
સુક્ષ્મ વિચારણારહિત મૂઢ જીવને એ માલુમ જ નથી કે ભીતરની આસક્તિ છેદવી એ કેવું કપરું કાર્ય છે. આસક્તિના મૂળો અંતસમાં કેટલા ઊંડા ઊંડા ઊંડા છે એ ય જીવને ગમ નથી. મૂળ સુધી કાર્ય કરવા માટે કેવા ઊંડા જ્ઞાન અને ધ્યાનની જરૂરત પડે એ માલૂમ જ નથી.