________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૨૯૯
જ્ઞાનીઓ ગમે તેટલું પોકારે... વિનવી વિનવીને ચેતવે... પણ જીવનું હોનહાર જ એવું છે કે જીવ સંસારનું સાચું સ્વરૂપ દેખવા-પેખવા ઉદ્યમવંત જ થતો નથી. ઠોકરો ખાયખાયને પણ એનામાં ઠરેલપણું કે સ્વહિતની સાચી દરકાર ઉગતી નથી ત્યાં શું થાય ?
હે ઉતપ્ત ચેતના પહેલા તું એકવાર ટાઢી પડી જા... શાત્ત અને સૌમ્ય થઈ જા... પછી તું જે માંગીશ તે હું આપીશ પણ એકવાર તું ઉપશાંત થઈ જા. તારો ઉકળાટ, તારી મિથ્યા ઉત્તેજના તું શમાવ... તને ખરેખર શેનો ખપ છે એ તું નહીં હું જાણું છું.
માનવીનું મન. અગણિત કલ્પનાઓ એવી કરે છે કે જેને કોઈ ધરોહર જ હોતી નથી. અર્થાત્ એ બેબુનિયાદ જ હોય છે. કલ્પના મનમાં જે આવેશ અને આવેગ પેદા કરે છે એનાથી માનવીનું બહુભાગ બંધન ઘડાય છે. મુક્તિના અભિલાષી જીવો પણ...!
જીવનવિષે. આમ હોત તો ઠીક” – અથવા – ‘અમુક સમયે મેં આમ કર્યું હોત તો ઠીક હતું – એવા બધા વિકલ્પો વ્યર્થ છે. જે કાળે જે બનવાનું હતું તે જ બનેલ છે. સમજો તો જે કંઈ થાય છે એ ભલા માટે જ હોય છે. ભલા બુરાનો તોડ પાડવા આપણે કંઈ સમર્થ નથી.
પ્રભુ, મારી પાસે એવી કોઈ મેઘાવી શક્તિ નથી યા એવી કોઈ ગહન અંતર્ઝ નથી કે હું જીવનમાં પગલે પગલે યથાર્થ નિર્ણય કરી શકું ને સમુચિત વર્તાવ દાખવી શકું. હું બુદ્ધિને બહુ કસી ય જાણતો નથી કે એવી કોઈ વ્યાપક ઊડી વિચારણા ય નથી.
પ્રભુ, તને રીઝવતા મને લગીર નથી આવડતું- હું શું કરું? તે અંતર્યામિ તું કઈ રીતે રીઝે એનીય મને સુધ બુધ નથી. તારા પ્રસાદ વિના મારે ઝૂરી મરવું જોઈએ પણ એવી કોઈ સૂરણાય મારામાં નથી. માત્ર તારા પ્રસાદ વિના ઉજ્જડ જીવન જીવું છું
ઘણા લોકો સ્વાર્થમાં જ એવા ચકચૂર છે કે પરના હિતની એમને કોઈ પરવા જ નથી ! તો ઘણા પરોપકારમાં એવા ચકચૂર છે કે સ્વહિતની સરિયામ ઉપેક્ષા દાખવી રહ્યા છે. ખરેખર તો સંતુલન રહેવું જોઈએ સમસ્ત જીવોના અને સ્વના સાચા હિતનું.