________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૩૦૧
સાધુઓને શ્રી જિનની દઢ આજ્ઞા છે કે વધુને વધુ સ્વહિતની ધારામાં જ ડૂળ્યા રહેવું. અસ્તિત્વના મહાસાગરમાં નિમજ્જન કરવું ને તદર્થ તમામ અન્ય પ્રવૃત્તિની ઉપેક્ષા કરવી. નિજાનંદમાં નિમગ્ન રહેવાતું હોય તો બાકી બધું વિસારી દેવું.
સાધકે પરપ્રવૃત્તિનો રસ જેટલો બને તેટલો ઘટાડી નાખવા જેવો છે. સ્વહિતકાર્યમાં નિમગ્ન થઈ શકાય એટલા વધુ ને વધુ થઈને એનો જ પ્રગાઢ રસ કેળવવા જેવો છે. અહાહા... સાચો સાધક કેટલો પ્રગાઢ રસથી નિજહિત નિમગ્ન થઈ ચૂકેલ હોય છે !
હે સ્વપરહિત સાધક ભવ્યાત્મા ! વિશ્વ કલ્યાણની તારી મહેચ્છાની ભીતરમાં ઊંડે ઊંડે રાજ શું છે? તલાસ કર કે ઊંડે ઊંડે ય ક્યાંય વિશ્વશ્રેષ્ઠ થવાની અહપ્રેરીત મુરાદ તો નથી ને ? તું ગહેરાઈથી અંતરતલાસ કરજે કે તારી મહેચ્છાની ભીતરમાં શું છે?
હે આત્માર્થી મુમુક્ષુ ! તારા અંતરતમમાં ગર્ભીતપણે પણ બીજા બધા કરતા શ્રેષ્ઠ થવાની મુરાદ રહી હોય તો તું એનું પરિશોધન ને નિવર્તન કરી દેજે. કારણકે સર્વ આત્મામાં પુર્ણતઃ સમદષ્ટિ ખીલ્યા વિના તારી સાધના પુર્ણતાને પામી શકશે નહીં.
પોતાનામાં પણ ઘણી કમજોરીઓ ને ઘણાં વિપર્યાસો યદ્યપી મોજુદ છે એવું સચોટ ભાન સાધકને ગર્વથી ઉન્મત થતા બચાવે છે. આત્મનિરિક્ષણ કરતા જ રહેનારને ઉપર્યુક્ત ભાન જવલંતપણે રહે છે. એથી એ કોઈથી પોતાને ઉંચો મનાવવા ઉત્સુક જ નથી.
જDOS આ પણ ખૂબ જ સાચું છે કે – જેના ગુપ્ત મનમાં બીજાથી પોતાને ઊંચો બનાવવાની મંછા હશે એ અતડો થશે ને ઉલ્ટો બધાથી અવગણના પામશે. એ કોઈથી આત્મિયતા સાધી નહીં શકે. વળી ન ભૂલો કે... બીજાની મહત્તા સાંખવા આ દુનિયા કદી તૈયાર નથી.
જેને અહંપણુ છે એને જ અન્યનું અપમાન લાગે છે. જેને હુંપણું નથી એને તો માનાપમાનના કોઈ ખ્યાલ જ નથી. એથી અપમાન જેવું કશું એને ખાસ ભાસતુય સુદ્ધાં નથી. બીજાના અપમાનજનક વર્તાવથી એને હૈયામાં કંઈ ચોંટ લાગતી જ નથી.