________________
૩૦૦
સાધનાપથ અને આત્મજ્ઞાન
મારો જ ભૂતકાળ યાદ કરું છું તો થાય છે કે પરહિતની ગાંડીતૂર લગન હતી. વર્ષોપર્વત કેવી બેમર્યાદ આ લગન હતી તે વર્ણવી નહીં શકું. સ્વહિતની પારાવાર ઉપેક્ષા વર્તતી હતી. ઉર્જાનો નિસિમ વ્યય... ખરૂં સ્વપરહિત શામાં છે એની યથાર્થ ગમ ન હતી.
નિર્દોષપણે સુગાઢ સ્વહિત સાધવું એ ખોટું ઓછું જ છે ? અનાદિના ભટકેલા ભ્રાંતિગ્રસ્ત આત્માની તો અસીમ દયા ઊપજવી જોઈએ. જેને અનંતકાળથી બેહાલ ભટકતા પોતાના આત્માની અનુકંપા નથી અને અન્ય આત્માઓની એવી અનુકંપા.....
અહો...! જીવોના સ્વાત્સહિતના જ હજુ કોઈ ઠેકાણા નથી હોતા ને પરનું હિત સાધવા ગાંડા-ઉત્સુક થઈ જાય છે ! ભીષણ ભાવાવેગ હોય છે – ભટકી ગએલ જગતને માર્ગે લાવવાનો. રે. પોતે કેટલો રાંક અને અસમર્થ છે એ પણ નહીં જોવાનું?
જ્ઞાનીઓ કહે છે કે જે નિર્ગુણી હજુ પોતે જ કરેલ નથી એ પરને શું ખાખ તારશે ? પોતે હજુ પારાવાર ભ્રાંતિમાં ગળકાં ખાય છે – નિભ્રત્તિ દર્શન સાધ્યું નથી, અને અસ્તિત્વની અગાધ ગહેરાઈઓ ખેડી નથી. એવા કોઈ સદ્ગુરુ પણ ખોજ્યા નથી.
જીવનના પૂર્વાર્ધમાં મેંય પરહિતના પ્રચન્ટ ભાવાવેગ નિરંતર સેવ્યા છે. પછી શુરુથી સમજાયું કે આ તો જાલિમ નુકશાનીનો વ્યાપાર છે. દરિદ્રિ દાનવીર થવા નીકળે એવી પામર ચેષ્ટા છે. ને મેં સ્વહિત બાજુ મહામહેનતે લક્ષ વાળ્યું.
પ્રબળ આત્મલક્ષી બનીને જે ‘આત્માનુભવ' ગાઢપણે અનુભવતા નથી એનો મોહ નષ્ટ થતો નથી મુખથી વૈરાગ્ય કથે ને અંતરથી મોહ ન છૂટેલ હોય એવા જીવ જ્ઞાનીઓનો અને નિજાત્માનો દ્રોહ જ કરે છે. પ્રથમ સ્વયં નિર્મોહી બનવું ઘટે.
અત્યંત નિમનિભાવે કહેવું છે કે મેં જે આનંદ જાણેલ-માણેલ છે એ અવર્ણનીય છે નિજહિતની તીવ્ર લગન મારામાં શ્રીગુરુએ પેટાવી. એથી અપૂર્વ આત્માનંદ માણવા મળ્યો. ખરે જ નિજહિત કોઈએ પણ ગૌણ કરવું યા ચૂકવું ઘટે નહીં.