________________
૩૦૨
સાધનાપથ અને આત્મજ્ઞાન
આપણા આત્મગત પુરુષાર્થની એટલી કમી છે કે કોઈ વૃત્તિ વા પ્રવૃત્તિ આપણને ખોટી ભાસે તો પણ તત્કાળ એનો પરિત્યાગ કરી શકતા નથી અને કોઈ પ્રવૃત્તિ પરમહિતકર ભાસે તોય તત્કાળ એને અપનાવી કે આચારાન્વિત કરી શકતા નથી.
છે સજજન પુરુષ ! તું કોઈ અન્યની ફીકર શા સારું કરે છો ? મનમાં પણ બીજાને સારા કે નઠારા ઠેરવી – સાચા કે ખોટા ઠેરવી – તારે શું કામ છે ? તો શા માટે કોઈને સર્ટીફીકેટો આપવા ? બીજાઓનું બીજા જાણે.. તું આત્માનું જ સંભાળી રહેને...
ભાઈ ! તું સજ્જન હો તો ખૂબ સારી વાત છે... પણ તારી સુજનતાના પ્રતિભાવરૂપે બીજાએ પણ એવી સુજનતા દાખવવી જોઈએ જ એવો તારો આગ્રહ મિથ્યા છે. એ આગ્રહ તારા ચિત્તમાં દ્વેષ અને ક્લેશ ઊપજાવશે... એથી સ્વપર ઉભયને વધુ નુકશાન સંભવશે.
મહાનુભાવ! જો તમે તમારા હુંકારને હઠાવી શકશો તો કાળાનુક્રમે સર્વ સદ્ગુણો તમે સંપાદિત કરી શકશો, એમાં કોઈ જ સંદેહ નથી. સ્વપર શ્રેયના વિમળભવ્ય પંથમાં હુંકાર જ મોટામાં મોટી બાધા છે. ‘હું કાંઈ જ નથી. એવું ઉજાસમયી ભાન પ્રગટવું ઘટે.
05 ઊંડામાં ડું અંતઃકરણ શું કહે છે એ સુણવા સાધકે ગહેરૂં અંતર્લક્ષ કરવું ઘટે. ઊડુ અંત:કરણ નાસંમત હોય એવી વૃત્તિ-પ્રવૃત્તિ પ્રત્યેથી રુચિ પાછી વાળી દેવી ઘટે. ઊંડામાં ઊડું અંતઃકરણ એટલે શું? એને તથા એના અવાજને પરખવો ઘટે.
રે. જગત આખુંય બિચારૂં આત્મભાનરહિતપણે બેભાન હાલતમાં જીવતું હોય ત્યાં કોઈનાય ઉચિત-અનુચિત વર્તાવના લેખા-જોખા શું કરવા ઘટે? આથી સાધક ધર્માત્મા તો અન્ય સર્વ આત્માઓના આચરણ તમામને ખૂબ હળવાશથી જ લે છે.
ઇચ્છવા છતાંય, બધા જીવોને ધાર્યા સંતોષ આપી શકાય એવી જગતસ્થિતિ જ નથી. અલબત પોતે સામાં જીવને ધાર્યો મહત્તમ સંતોષ આપવા મહત્તમ પ્રયત્નશીલ જરૂર રહેવું . પણ સામો જીવ જ અસંતુષ્ટ પ્રકૃત્તિનો હોય તો ભગવાન પણ સંતોષ ન દઈ શકે.