________________
૨૯૬
સાધનાપથ અને આત્મજ્ઞાન
સાકર પરની માખી એની મીઠાશ મનભર માણે ખરી પણ એ ચોંટી જવાની નથી: મન થશે કે તત્કાળ ઉડી જવાની છે. એમ ક્યાંય અંધાનુરાગથી ઝાઝુ ચોંટી ન જાવ. વખત આવ્યે સહજભાવે છોડીને અન્યત્ર ઉડી શકાય એવી ગુંજાશ રાખો.
70
આધાર તો એકમાત્ર આત્માનંદનો જ કેળવી જાણો. જે સદાય, અનંતકાળ તમારી સાથે ને સાથે જ રહી શકે. જે કાલે છોડવું જ પડે એવા અનિત્ય સંયોગો પર આધારબુદ્ધિ રાખવામાં કોઈ શાણપણ નથી. માટે સ્વભાવાનંદથી જ મસ્ત મસ્ત રહો.
70
કોઈપણ કાર્ય કરવાની ખોટી અધીરાઈ ન હોવી ઘટે. આવી અધીરાઈ એ કર્તાભાવની અવગાઢતા જ સૂચવે છે. કરૂકરૂનો આવો વધુ પડતો લગવાડ ખૂબ હાનિકર છે. આથી સહજતા – સ્વભાવિકતા – સ્વસ્થતા ન રહેતા કાર્ય પણ બગડે છે.
70
અંદરથી કર્તાભાવની ચટપટી ઉપડતી હોય તો ધૈર્ય કે ગાંભીર્ય રહેતા નથી. એથી આવશ્યક વિવેકવિચારણા થવી પણ સંભવતી નથી. કરૂકરૂ – ની ઉત્તેજનાથી શ્વાસની ગતિ અનિયમિત થાય છે. લોહીનું દબાણ પણ અસ્તવ્યસ્ત થઈ જાય છે.
ભાઈ...! કોઈપણ કાર્ય તો એના નિયમાનુસાર જ થાય છે. કાર્ય થવા કે ન થવામાં અનેક અનેક પરિબળો કામ કરે છે. લાગણીમાં તણાયને, પરાણે કોઈ કાર્ય ઉભું કરવા જતા કંઈ કામ તો બની જતું નથી પણ પોતાને નુકશાન નિયમથી થાય છે.
0
માટે ‘સહજતા’ રાખવી... સહજભાવે ઉચિત ઉદ્યમ કરવો પણ વધુ પડતી એવી આશાની ઉત્તેજનામાં તણાવું નહીં કે કાલ હતાશ થવું પડે. ભાઈ, બહારમાં કંઈ જીવનું રાજ ચાલતું નથી. હા, સ્વભાવરમણતાનું કાર્ય જીવને સ્વાધીન જરૂર છે.
73
પોતાની ધારણા મુજબ ચાલે એવી વિશ્વવ્યવસ્થા નથી. તીર્થકર જેવા પુર્ણપુરુષોનું પણ ધાર્યુ થયું નથી એમની અમિતભવ્ય ભાવનાઓ અનુસાર વિશ્વનું તંત્ર ચાલ્યું નથી. હાં, જીવ પરિપૂર્ણ સફળ થઈ શકે છેઃ- સ્વાત્માનું પૂર્ણ શ્રેયઃ સાધવામાં