________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
ક્ષમાશીલ વ્યક્તિએ કોઈની ગેરવર્તણુકનો પ્રતિભાવ દાખવવા તત્પર ન બનવું જોઈએ. એણે ખમી ખાતા શીખવું જોઈએ... ઉત્તમ ક્ષમાદિ ગુણો પોતામાં કેટલા ખીલ્યા છે એની કસોટી અહિ થાય છે. ક્ષમા સમાચરવા વીર-ધીર-ગંભીર ને ઉદાર થવું ઘટે છે.
૨૯૫
70×
નિર્વાણ પામવાનો પંથ ઘણો અગમ છે... એની ગમ... એવા સમર્થ જ્ઞાનીપુરુષના સમાગમે જ પામી શકાય છે. ઘણો સુક્ષ્મ ઉપયોગ ને ઝીણવટભર્યું અવલોકન ન હોય તો છૂટવા જતા ય બંધાય જવાય છે. જેનો અનુરાગ છોડવાનો છે એનો અનુરાગ વધી જવા પામે છે.
70T
વૃત્તિઓ ક્યાંય કોઈ અન્યભાવોમાં ન વહે અને કેન્દ્રિત થઈ આત્મભાવમાં જ રહે એને પરમાર્થથી સંયમ કહેલ છે. વૃત્તિઓને બહાર જવાપણું જેમ બને તેમ અલ્પમાં અલ્પ રહે એ હેતુથી પરિગ્રહ અને એને લગતી પળોજણ પણ જેમ બને તેમ સંક્ષેપ કરવી.
70
બહારથી પરિગ્રહ ઘણો અલ્પ કરવા છતાં... જો એ પ્રતિની મૂર્છા અર્થાત આસક્તિ અલ્પ થઈ નથી: મન તો સીમિત પરિગ્રહમાં પણ અટવાયેલું જ રહે છે – ને એ કારણથી આત્મભાવમાં લક્ષ લાગતું નથી – તો પરિગ્રહ પરિસીમિત કર્યાનું પ્રયોજન શું સર્યુ ?
70TM
બહારનો પથારો જ જેને પ્રિય લાગે છે ને એવો પથારો જે વધારતો જ જાય છે એ ખરા અર્થમાં આત્માર્થી નથી. સાધક તો સઘળા બાહ્ય વ્યવહારો ખૂબ સીમિત કરવામાં માને છે. સીમિત પણ ઉપાધિ એને ગોઠતી નથી. – બલ્કે ખટકે છે.
70
આત્મરમણતા એવી અત્યુગ્ર જામે કે ઈચ્છા ઉત્પન્ન થઈ શકે એવી મનોદશા જ ન રહે એવી સહજ ઉદાસીનતા હ્રદયમાં પથરાય જાય... બસ... બરફની પાટમાં જેમ પાણી જામી ગયું હોય એમ સમગ્ર ચેતના સ્વાત્મામાં જ જામજામ થઈ ચૂકી હોય.
70×
જીંદગીને માણવી હોય તો ભલે પણ..., આટલું તો અવશ્ય કરો કે; કોઈ ભાવથી ચોંટી ન રહો – કોઈ ભાવાનુભૂતિને પકડી-જકડી રાખવા પ્રયાસ ન કરોઃ જે પળે જે પણ માણવા મળે એને જ મનભેર માણો. છતાં એનો વિયોગ નિશ્ચિત છે એટલું તો ભૂલો નહીં.