________________
૨૯૪
સાધનાપથ અને આત્મજ્ઞાન
બીચારા જગતના જીવો... એટલા બધા વ્યગ્ર છે અને વિષમ મનોસ્થિતિ ધરાવનાર છે કે એમના ચાહે તેવા ચિત્રવિચિત્ર વાણી-વર્તાવનો કોઈ ધડો લેવા જેવો જ નથી. કારણ, આત્મભાનવિહોણા તેઓ શું કરી રહ્યા છે એનું કોઈ સમુજ્જવલ ભાન તેઓને નથી.
આ દુનિયામાં વિશાળહૃદયથી ઘણું બધુ દરગુજર કરી જવા જેવું છે. દુનિયા છેઃ ભાઈ, દુનિયા તો દો. રંગી છેઃ ઘડી ઘડીમાં એ રંગ બદલનારી છે. દુનિયા તો ભાઈ એમ જ ચાલવાની – એ સદાય દિવાની જ રહેવાની. માટે ક્ષમાવંત બની સૌને દરગુજર કરવા.
# નહીં, કરુણા.” અતુટ મસ્તીથી જીવવાનું આ પરમસૂત્ર છે. ધૃણા નહીં કરુણા', કોઈનીય અનૌચિત્યભરી વર્તના જૂઓ તો ધૃણા ન કરો પણ ભીની કરુણા ચિંતવો. કોઈને પણ દેખી હૃદય આદરરહીત બનાવો નહીં: સોને આત્મવત્ આદર આપો.
નાના મોટા તમામ માણસોને એકસમાન આદર આપી જાણો. ખરૂં સમજો તો કોઈનેય નાનો ન જોતા. પ્રત્યેકમાં પરમેશ્વર નિહાળી રહો. તમારી જાતને કોઈનાથી મહાન પણ ન માનો ને હીન પણ ન માનો - દરેકમા ચૈતન્યજ્યોત તો સમાન જ છે ને?
પ્રેમાળ જનની જેમ પોતાના મેલાઘેલા-ગંદા-ગોબરા બાળ પ્રતિ પણ પવિત્રહયાનું પૂર્ણ વાત્સલ્ય દાખવી રહે એમ જીવમાત્ર પ્રતિ પુનિતહૃદયની વાત્સલ્યધારા વહાવો. કોઈને નોકર ન સમજો પણ આત્મતુલ્ય જાણી સૌહાર્દભાવે વર્તન કરો.
કોઈ કરતા કોઈનો પણ અંતરાત્મા કોઈ પ્રકારે ય પોતાથી લેશ ફલેશ ન પામે એવી જીવંત તકેદારી રાખવી ઘટે. જો કે આત્માનુભવ ખીલેલ હોય એવા સાધકને તો આ તકેદારી રાખવીનથી પડતી: સહેજે રહેતી હોય છે. જીવમાત્રને એ આત્મવતું ચાહે છે.
કિન્નાખોરી અર્થાતુ બદલો લેવાની ભાવના, અહંકાર ઘવાવાથી પેદા થાય છે. જીવ એવો તીવ્ર મિથ્યાભિમાની છે કે વાતવાતમાં એનો અહં ઘવાય જાય છે. અહના કારણે પોતાનું જ ધાર્યું કરાવવાની મુરાદ પ્રગટે ને એ બર ન આવતા બદલો લેવા વૃત્તિ થાય છે.